________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક] મૃત યોગની સંપદ તણા, દાયક પરમ ઉપકારકા, ગુણયણના ભંડાર જિનપતિ શાસનન્નતિકારકા; ગુરૂ નેમિસૂરીશ ચરણને સમરી તથા વંદન કરી, વૈરાગ્ય શતકે છંદમાં ટીકા રચું કવિતા કરી. ૨ કર પંકજે આળોટતા મોતી પરે ત્રણ લોકને, છે જુએ જે સર્વને સમજાય તેવા વેણને; ઉચ્ચરે સુર અસુરથી પૂજાયેલા બહુ ભેદથી, ત્રાસ હાસ્ય વિલાસ ને આરંભ જેનામાં નથી. ૩ કેવલી જિનનાથ પ્રભુ સન્મુખ સદા ઉભા રહી, બે હાથ જોડી માન મોડી મુક્તિને મનમાં ચહી; હે ભવ્ય જી! વીનવે ભવજાલથી રક્ષણ કરે, કર્મરૂપ મેલે મલિન મુજ આત્મને પાવન કરે. ૪
અક્ષરાર્થ –(૧) જે શ્રી જિનેશ્વર ભગવાન ઉર્વલોક અધોલક અને ચિઠ્ઠલેકને એટલે ત્રણે લેકમાં રહેલા જીવાજીવાદિ પદાર્થોના સંપૂર્ણ સ્વરૂપને એકી સાથે (વખતે) હસ્તકમલમાં (નજર આગળ) રહેલા મોતીની પેઠે દેખે છે. અને (૨) જે પ્રભુ દેશનાને સાંભળનારા જીવે (જેવી રીતે) પોત પોતાની બેલીમાં સમજી શકે તેવું વચન બેલે છે. (૩) વળી જે પ્રભુ દેવ અને અસુરો વડે જુદી જુદી રીતે પૂજાય છે. તથા (૪) જે પ્રભુએ ભય, ચાળા, હસવું, સુકયવાળી પ્રવૃત્તિ રૂપ (ગાભરાપણું) દેશે દૂર