________________
૩૧૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ધ્યાન કરવા યાગ્ય તેહીજ મેક્ષપદ અવધારીએ, મેક્ષ ચીજ શું? ત્યાં રહેલા સિદ્ધ ભાવ વિચારીએ; સિદ્ધિ શાથી હાય ? પુદ્દગલ રમણતાને ટાલીએ, ધ્યાન લ નિજ ગુણ રમણતા શાશ્વતી ના ભૂલીએ.
૨૩૯
અક્ષરાઃ—હૈ બુદ્ધિ રૂપી ધનવાળા પંડિત પુરૂષા ! જે પદમાં એટલે જે સ્થાને કાઇ પણ જાતની પીડા નથી, મતિના ભ્રમ ( બુદ્ધિભ્રમ) નથી, પ્રીતિ નથી, પ્રસિદ્ધિ નથી, ઉન્નત નથી, રાગ નથી, ધન નથી, ભય નથી, હિં`સા નથી, શુભાશુભ ધ્યાન નથી, ભણવાની ઇચ્છા નથી, સેવકપણું નથી, વિલાસેા નથી, મેઢાથી હસવાનું નથી, વિનેદ કે કુતુહલ નથી, અને જે સંસાર સખંધી પુણ્ય પાપ રહિત છે. એવુ જે પરમ પરમાત્માપદ એટલે મેાક્ષપદ છે તે જ ધ્યાન કરવા લાયક છે. ૬૩
સ્પષ્ટાઃ—સંસારમાં આધિ વ્યાધિ ને ઉપાધિ રૂપ અનેક પ્રકારની પીડાઓથી જીવ પીડાયા કરે છે, અને મેક્ષમાં એવી કોઇ જાતની પીડા નથી, સંસામાં સંસારી જીવા મહથી મુંઝાઇ રહ્યા છે તેથી ભ્રમિત ચિત્તવાળા થઇ સુખને દુઃખ માને છે, દુઃખને સુખ માને છે, ધર્મને અધમ માને છે, અધર્મને ધર્મ માને છે. આવા પ્રકારના બુદ્ધિના ભ્રમ સ’સારી જીવને હાય છે, અને મેાક્ષમાં તે સિદ્ધ પરમાત્માને અનંતજ્ઞાન અનંતદર્શન હેાવાથી કાઇપણ જાતને ભ્રમ નથી, કારણ કે ભ્રમનુ મૂળ જ્ઞાનાવરણી કર્મના ઉદય છે, તે કર્મી સિદ્ધ