________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક]
૨૦૩ પાર્થ–આ લેકમાં કવિ પરમાત્માના ધ્યાનની પ્રધાનતા (મુખ્યપણું) જણાવે છે. અને કહે છે કે તે વિના સર્વ શાસ્ત્રોનું જ્ઞાન નકામું, કારણ કે આગમ અને પ્રકરણે ભણી જીવની અને કર્મની ઝીણું ઝીણી વાતે કરે,
કાકાશ અને અલકાકાશનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ગુણથી ઝીણું ઝીણું સ્વરૂપ સમજાવે, દ્રવ્ય ગુણ પર્યાયની ઉંડી વાતો કરે પરતુ હૃદયમાં પરમાત્માની ભક્તિ ન હોય, પરમાત્માને જાપ કરતે ન હોય, અને પરમાત્માનું સ્વરૂપ વિચારી તેની સાથે તલ્લીન ન બને તે એવા શૂન્ય હૃદયવાળાની લેકાલકની વાતોથી શું? તેમજ મુક્તાવલી દિનકરી પંચ લક્ષણ વિગેરે મોટાં મોટાં ન્યાયશાસ્ત્રો ભણી તર્ક વિતર્ક કરી વાદીને હરાવે, ન્યાયાચાર્ય બની બેસે અને સભાઓ જીતે, પરંતુ એ જ ન્યાયથી જે પરમાત્માના સ્વરૂપનો નિર્ણય ન કરી શકે તે એવાં ન્યાયશાસ્ત્ર ભણીને કયે ગઢ જીત્યો? શાસ્ત્રો ભણવાને સાર જ એ છે કે પરમાત્મ સ્વરૂપમાં લયલીન થવું અને તે રૂપે થવા પ્રયત્ન સેવ, તેમાં બીજાને જોડવા. તે તે છે નહિં તે તેમાં આત્માનું છું કલ્યાણ થયું? તથા સેંકડો છંદ શાસ્ત્રો એટલે પિંગલ વૃત્ત રત્નાકર વિગેરે કાવ્યને બનાવવાના સાધન ભૂત છંદ શાસ્ત્રો ભણ્યો, પરન્તુ એ કાવ્ય રચના સ્ત્રીઓના શંગાર રસને પિષવામાં જ ઉતારે પરન્તુ પરમાત્માની ભક્તિનાં કાવ્યથી પરમાત્મ સ્વરૂપ વિચાર્યું નહિં તો એવાં છંદ શાસ્ત્રો ભણવાથી શું વળ્યું, કેવળ લેકને દુરાચારમાં નાખ્યા, વિષયવિલાસી બનાવ્યા અને પોતે પણ દુર્ગતિમાં જવા લાયક થયે. ખરે