________________
૨૯૨
[ શ્રી વિજ્યપધસૂરિકૃતલેક તેમ અલેકને પણ જાણવાનું જેહમાં, જ્ઞાન ઉત્તમ છે રહ્યું તેવા શુભાશય હૃદયમાં; ધ્યાન જે ન કરાય પરમપકારી પરમાત્મા તણું તો વિતર્મિત તક કેરું જ્ઞાન પણ શા કામનું. રર૯ સે વાર ભણતરમાં રમેલા છંદ પણ શા કામના, કત અમીરસ પાન તિમ સ્વાધ્યાય પણ શા કામના; બહુ ભણેલા શબ્દ કેરા શાસ્ત્ર પણ શા કામના, સફલતા સિની બને અનુભાવથી શુભ ધ્યાનના. ર૩૦ ધ્યાન પ્રભુ ગુણ ચિંતના ધ્યેય સ્વરૂપ પણ ધ્યાનથી, જ્ઞાન ક્રિયા બે ધ્યાનમાં પરિહાર એકેનો નથી, જે ક્રિયા તરછોડતા ને ધ્યાનમાં આડંબરે, મહાલતા તે રખડતા હેલી તણા બાલક પરે. ર૩૧
અક્ષરાર્થ–જે લેક અને અલક જાણવામાં અતિશય કુશળ જ્ઞાનવાળા હૃદયમાં પરમાત્માનું જ્ઞાન-ધ્યાન કેઈ પણ રીતે ન હોય તે એવાં તર્ક વિતર્કોથી ભરેલા તર્કશાસ્ત્રો–ન્યાય શાસ્ત્રો ભણવાથી શું ? સેંકડો વાર જાણેલાં છંદ શાસ્ત્રોથી પણ શું ? પીધેલા અમૃત રસથી પણ શું વળવાનું? તથા ઘણા પ્રકારના કરેલા સ્વાધ્યાય પાઠથી પણ શું વળવાનું? અરે બહુ અભ્યાસ કરેલાં વ્યાકરણ શાસ્ત્રોથી પણ શું વળવાનું? (એટલે પરમાત્માના ધ્યાન વિના એ બધું જ્ઞાન નકામું છે.) ૫૯