________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ]
અક્ષરાર્થ–હે જીવ! આ જગતમાં નિર્મળ રત્ન સરખે સકુળમાં જન્મ વાળો મનુષ્ય ભવ તેમજ આરોગ્ય વિગેરે સર્વ ઉત્તમ સામગ્રીના સમૂહવાળો ઉત્તમ મનુષ્ય ભવ પૂર્વ ભવના અનંત પુણ્ય બળથી પામ્યા છતાં પણ પ્રમાદના વશથી મોક્ષ સુખને માટે તે કંઈ પણ તત્ત્વ ગ્રહણ કર્યું નહિં, તે કારણથી અતિશય દુઃખ વડે વિષમ એવા આ સંસાર ચક્રમાં ત્યારે બ્રમણ કરવું પડે છે. ૪૭
સ્પાર્થ–આ લેકમાં કવિએ મનુષ્ય ભવને રત્ન સરખો કહ્યો છે, અને તેમાં ઉત્તમ કુળમાં જન્મ થવો એ નિર્મળતા છે, તેથી ઉત્તમ કુળમાં જન્મવાળે મનુષ્ય ભવ નિર્મળ રત્ન સરખો છે, તેમજ આ મનુષ્ય ભવમાં સર્વોત્કૃષ્ટ પાપ પુણ્ય અને મોક્ષની સર્વ સામગ્રીઓ-સાધને હાજર છે, છતાં ઉત્કૃષ્ટ પુણ્ય અને મોક્ષનું સાધન હેવાથી તેમજ પૂર્વ ભવની પુન્યાઈથી શરીરનું નિરગીપણું, પાંચે ઈન્દ્રિયની પૂર્ણતા, અને પટુતા-કુશળતા આર્ય દેશમાં જન્મ, મહર્ષિક કુળમાં જન્મ, દેવ ગુરૂ ધર્મ વિગેરેની સામગ્રી ઈત્યાદિ સાધન સામગ્રી વાળે આ નિર્મળ મનુષ્ય ભવ પૂર્વ ભવના અનંત પુણ્યથી પામીને પણ હે જીવ! તે ઈન્દ્રિયના વિષય કષાય મદિરાદિ નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદમાં પડી મુક્તિના સુખ માટે જે ધર્મ સાધન જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણ તત્વનું આરાધન કરવું જોઈએ તે કંઈ પણ કર્યું નહિં, અથવા સુદેવ સુગુરૂ અને સુધર્મ એ ત્રણ તત્વનું આરાધન કરવું જોઈએ, પરંતુ પ્રમાદ વશથી એમાંના એક ધર્મ તત્વનું આરાધન કર્યું