________________
૨૩૦
[ શ્રી વિજયપધરિતમહા કઈ છે તે હે ભાઈ! હવે હું શું કરું? (એ પ્રમાણે કઈ વૈરાગી જીવ પસ્તા કરે છે.) ૪૪
સ્પષ્ટાર્થ–સંસારના સુખનાં સાધન સ્ત્રી પુત્ર વૈભવ અને મિત્ર વિગેરે છે. પરંતુ એ સાધને પિતાની હયાતી સુધી ટકી રહે એવો નિશ્ચય નથી જ, કારણ કે યુવાનીમાં જ સ્ત્રી મરી જાય, વૃદ્ધાવસ્થામાં જ પુત્રાદિ મરી જાય, ધન વિગેરેને વૈભવ તે વિજળી સરખે ચપળ હોવાથી વ્યાપારમાં ખોટ આવતાં નાશ પામે અથવા ચાર વિગેરે લંટી જાય માટે એ સ્ત્રી આદિકથી ઉપજતું સંસાર સુખ ક્ષણિક છે, તેમ શરીર અનેક વ્યાધિઓથી પીડાતાં છતાં વૈભવ પણ વિષ જે લાગે અને ઈચ્છા પ્રમાણે ઉપભેગ થાય નહિં, કદાચ એ સર્વ ટકી રહે તે પિતાનું જ મૃત્યુ યુવાનીમાં થાય. આ પ્રમાણે જે પાપારંભેથી સ્ત્રી વૈભવ આદિ સુખનાં સાધન મેળવ્યાં હોય તે નકામાં થઈ જાય છે. આ પ્રકારની સંસારની વિષમ વ્યવસ્થા છે તેથી જ કઈ વૈરાગ્યવંત જીવ મિત્રને કહે છે કે હે મિત્ર! હું આ વિષય વ્યવસ્થા જાણું છું છતાં પણ મારું ચિત્ત પાપ કર્મો. કરવામાં જ આનંદ પામે છે, અને વિરક્ત થતું નથી એ જ મહા દુઃખની વાત છે માટે હવે શું કરવું? આ પશ્ચાતાપથી સાર એ લેવાનો છે કે ચિત્તની ગતિ વિચિત્ર છે કે જેથી સાક્ષાત દુઃખને અનુભવ કરવા છતાં પણ ચિત્ત પાપ કર્મોથી પાછું હઠતું નથી, માટે સદ્દગુરૂની સંગત અને શાસ્ત્ર શ્રવણાદિકના ઉદ્યમથી ચિત્તને સંસારથી વિરક્ત કરવું એ જ કલ્યાણકારી છે. ૪૪