________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૨૨૩ ભાઈએ સ્ત્રીને ઘણું શોધવા છતાં ન જડી ત્યારે તે સ્થાને લઈ જઈ ભાભીને ગણિકાના વેષમાં બતલાવી, આ ગમ્મતથી કુસુમશ્રીને વેશ્યાને ત્યાં રહેવાનો પ્રસંગ આવ્યા અને વેશ્યાનું કલંક આવ્યું. માટે ગમ્મતમાં કરેલી હાંસી મશ્કરી પણ પરભવમાં બહુ દુ:ખ આપનારી થાય છે. વળી કેટલાક જને તે બીજાને છેતરીને પોતે સંતોષ પામે છે. બજારમાં ખેટે રૂપિઓ ચલાવી દઈ ખૂબ આનંદમાં આવે છે, ઘરાકને ઓછું આપીને અથવા વધારે ભાવ લઈને ઘરાકને છેતરી આનંદી થાય છે. દુકાનમાં હિસાબને ગોટાળો હોવા છતાં ને પોતે રકમ ઉચાપત કર્યા છતાં શેઠની પાસે જે હિસાબ પાસ થઈ જાય તે ગુમાસ્તાઓ ખૂબ આનંદ પામે છે, એ પ્રમાણે જગતમાં એક બીજાને છેતરીને જ સંતોષ પામે છે, પરંતુ પ્રમાણિકપણે ન્યાયથી વર્તનારા જને, સરળતાથી સ્વચ્છ હિસાબ રાખનારા ગુમાસ્તાઓ, અને ગુમાસ્તાઓને પગાર વિગેરેથી નહિં છેતરનારા માલિકે બહુ જ અલ્પ હોય છે, તેઓ સમજે છે કે માયા પ્રપંચથી ઉપાર્જન કરેલું અન્યાયી ધન દીર્ઘ કાળ ટકતું નથી અને માયા પ્રપંચથી બાંધેલાં પાપ કર્મ પરભવમાં ભગવ્યા વિના છૂટકે નથી, કારણ કે આ લેકમાં જ કવિએ માયા પ્રપંચના ફળ તરીકે નરકનાં દુઃખ સ્પષ્ટ કહ્યો છે.
વળી કેટલાક જનોને જગતના બીજા પદાર્થોથી પણ સ્ત્રી જ વિશેષ મનહર લાગે છે, એવા કામી જને પણ જગતમાં અનેક છે. અહિં વૈરાગ્યવંત આ કવિ મહાત્મા એ ત્રણે વાતને ઉપદેશ કરી પુનઃ ધન ઉપાર્જન કરવા