________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૨૨૨ થાથે ગમ્મત મશ્કરીના વચન વદતા કેકને, ઠગતા અપરને દિલમાં સંતોષ પ્રકટે કેકને, સેના સમી રમણે મનોહર ખૂબ લાગે કેકને, આરંભ કરવા ઠીક લાગે દ્રવ્ય કાજે કેકને. ૧૯૪ એમ કરનારા જનોએ જરૂર ખૂબ વિચારવું, તેહવું ફલ પામીએ નિત વાવીએ બીજ જેહવું મશ્કરી આદિક તણા ફલ નરક રરવ જાણીએ, છેદનાદિક જ્યાં ભયંકર એમ મૃતથી માનીએ. ૧૯૫
અક્ષરાર્થ--તે મિત્ર! આ જગતમાં બીજાને મશ્કરીનાં વચને કહેવાથી કેટલાકને ગમ્મત ઉપજે છે, તે કોઈ વળી બીજાને છેતરી સંતેષ પામે છે, તે કઈને સોના સરખા સુંદર વર્ણ યુક્ત શરીરવાળી સ્ત્રી જ મનહર લાગે છે, તે કેઈને ધન પેદા કરવામાં મોટા મોટા આરંભ વાળ ઉદ્યમ કરે મનહર લાગે છે, પરંતુ ખેદની વાત છે કે એ સર્વ કાર્યો વડે પરિણામે ભેદન છેદન અને તાડન આદિ અનેક પ્રકારની પીડાવાળું મહા ભયંકર રૌરવ નરકનું સ્થાન જ મળે છે. ૪૨
સ્પષ્ટાથે–આ જગતમાં ઘણું જ ગમ્મત માટે બીજાની મશ્કરીઓ ઠઠ્ઠા કરે છે, અંધ પુરૂષને કાણા મામા કહે છે, માંજરી આંખવાળાને બિલાડે કહે છેલૂલા લંગડાને લુલીયાજી લંગડાજી કહે છે, ગરીબ સ્ત્રીને ભાભી કહે છે. કેઈ વળી તેની દેશ ભાષા બોલી મશ્કરી કરે છે. કેઈ