________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૨૧૫ અને ધર્મ તરફ જરા પણું ધ્યાન ન આપ્યું તેથી રત્નને કોઈ મૂર્ણ પુરૂષ રત્નની કિંમત ન સમજવાથી તેમજ પથરા સરખું ગણીને ભારભૂત જાણ જેમ સમુદ્રમાં જાણું જોઈને હાથથી ફેંકી દે એ પ્રમાણે મેં પણ આ મનુષ્ય ભવ રૂપી મળેલું મહા કિંમતી રત્ન કિંમત ન સમજવાથી સંસાર વિલાસ રૂપ સમુદ્રમાં જાણી જોઈને ફેંકી દીધું. શાસ્ત્રમાં ૧૦ દેખાતે મનુષ્યને ભવ મળ દુર્લભ કહ્યો છે તે પ્રમાણે હવે ફરી પાછો આવે મનુષ્ય ભવ કયારે મળવાને છે. આ પ્રમાણે વૈરાગી પુરૂષને પસ્તા જાણને સાર એ ગ્રહણ કરવાને છે કે સમુદ્રમાં ફેંકી દીધેલું રત્ન જેમ મળવું દુર્લભ છે તેમ સંસાર રૂપી સમુદ્રમાં એટલે એકેન્દ્રિયાદિકના ભવોમાંથી મનુષ્ય ભવ મળ બહુ દુર્લભ છે. અને જે કંઈ તેવી અનન્ત પુણ્યની સામગ્રીથી કદાચ અકસ્માત મનુષ્ય ભવ મળે તે કામ ક્રોધ માયા રાગ દ્વેષ દુબુદ્ધિ ઈત્યાદિમાં ન ગુમાવતા જ્ઞાન દર્શન ચારિત્રવાળા પ્રભુના માર્ગે ચાલી સંયમનું આરાધન કરી મનુષ્ય ભવ સલ કરે, એ જ મનુષ્ય ભવ પામ્યાને સાર છે. ઈજિયનાં સુખ તો ભૂતકાળમાં અનંતાનંત વાર ભેગવ્યા તે પણ આ જીવને જરા પણ સંતોષ ન થયે, કેઈ વખત થવાને પણ નથી, તે એવાં ઈન્દ્રિયનાં સુખની પાછળ મનુષ્ય ભવને બરબાદ કરી દે એ કઈ પણ રીતે સમજુ મનુષ્યનું કર્તવ્ય નથી. ઈન્દ્રિયનાં સુખ તે તિર્યો પણ અનુભવે છે અને સર્વ સંસારી છે એની પાછળ ઘેલા બન્યા છે. તે એમાં વિવેકી પુરૂષની વિશેષતા શી? વિવેકી તે તે જ કહેવાય કે