________________
ર૧૪
[ શ્રી વિજયપધસૂરિકૃતઅક્ષરાર્થ–હે ભાઈમહારી મૂર્ખાઈ તે જુઓ કે મહા મુશીબતે મેળવેલું દુર્લભ રત્ન જેમ હાથમાંથી સમુદ્રમાં પડી ડૂબી જાય, અથવા હાથમાંથી સમુદ્રમાં પડી ગયેલું રત્ન જેમ ફરી મેળવવું દુર્લભ હોય તેમ આ સંસારમાં મહા દુર્લભ એવું નિર્મળ મનુષ્યપણા રૂપી રત્ન મેળવ્યું, પરંતુ ઘણુ ખેદની વાત છે કે કામ ક્રોધ અજ્ઞાન દ્વેષ દુબુદ્ધિ માયા અને મહા મોહથી (અથવા કામ આદિક મહા મેહથી) તે મનુષ્ય પણું મેં ફેકટ ગુમાવ્યું. ૪૦
સ્પષ્ટાર્થ–આ લેકમાં કવિ કઈ વૈરાગ્યવાન પુરૂષની આત્મનિંદા દ્વારા મનુષ્ય ભવ ફેકટ ન ગુમાવવાનો ઉપદેશ આપે છે, તે આ પ્રમાણે-કોઈ વૈરાગી પુરૂષ અંત કાળ નજીક આવ્યું જાણું પસ્તાવો કરે છે કે અહો ! હારી કેટલી મુખઈ ! ધર્મ કાર્યો કરવાને યુવાવસ્થાને સમય ધન કમાવાની પાછળ અને વિષય વિલાસમાં ગુમાવ્ય, ગુરૂ પાસે કંઈ વાર ઉપદેશ સાંભળવાનો પ્રસંગ આવ્યા છતાં પણ ગુરૂ મહારાજ શું? શાસ્ત્ર શું? ધર્મ
, શ, મહારાજ શું? પુણ્ય પાપ શું? કર્મ શું? મેક્ષ શું? ઈત્યાદિ કોઈ પણ આત્મ કલ્યાણની વસ્તુ સમજવામાં જરા પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ શાસ્ત્ર સંભળાવવાં એ તે સાધુને ધંધે છે, એક જાતની દુકાન છે નહિતર રોટલી કૅણ આપે ઈત્યાદિ દુષ્ટ વિચાર કર્યો, અને એ રીતે જુવાનીને કાળ માજ શેખમાં વીતા, તથા ધર્મ તે ઘરડા બુદ્દાઓને કરવાને હાય, જુવાનીમાં ખાવું પીવું તથા એશઆરામ છેડીને ધર્મ કરવાને કે? ઈત્યાદિ દુષ્ટ વિચાર ચિંતવ્યા,