________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક]
૨૨૯ સ્પષ્ટાર્થ–જેમ અગ્નિને શાસ્ત્રકર્તાઓએ સર્વભક્ષી કહ્યો છે તેમ કાળ પણ સર્વભક્ષી છે એમ લેકમાં કહેવાય છે. તફાવત એ છે કે અગ્નિ જેનું ભક્ષણ કરે છે તેની રાખ પણ મળી આવે છે, પરંતુ કાળ જેનું ભક્ષણ કરે છે તેને તે જગતમાં પત્તો જ લાગતો નથી કે એ જીવ ક્યાં ગયા ? અને જો એ પ્રમાણે કાળ સર્વ ભક્ષી ન હતી તે પૂર્વ લેકમાં કહ્યા પ્રમાણે શ્રી રામચન્દ્ર જેવા ન્યાયી પુરૂ, રાવણ સરખા બળવાન પુરૂષ અને હનુમાન સરખા પરાક્રમી પુરૂષ તથા શ્રી તીર્થકર ભગવંતે ચક્રવર્તીઓ વાસુદેવ બળદેવે વિગેરે મહાપુરધર પુરૂષ જગતમાંથી કયાં અલેપ થઈ ગયા? કે જે શેઠા પણ જડતા નથી. તેના લબે કાળે પણ કંઈ ખરખબર મળતા નથી. માટે કાળ સર્વે ભક્ષી છે એ વાત તદન સત્ય છે
બીજી વાત એ છે કે કાળ સર્વ ઇવેનું એક જ વાર ભક્ષણ કરે છે એમ નથી પરંતુ જ્યાં બીજા ભવમાં રૂપાન્તરે ઉત્પન્ન થાય કે ત્યાં પણ પહોંચી જાય છે, એમ એક જીવનું અનેક વાર સુધી ભવ ભવમાં ભક્ષણ કરતા જ રહે છે, એક વાર ભક્ષણ કરવાથી થયેલા તે જીવન રૂપાન્તરનું પણ ભક્ષણ કરે છે, એમ ગમે તેટલાં રૂપાન્તરે એક જીવનાં થાય છે તેમાંના એક પણ રૂપાન્તરને ખાઈ ગયા વિના છેડત નથી, માટે એવા સર્વ ભક્ષી કાળથી બચવા માટે એક શ્રી જિનેશ્વર ભગવતિના જ્ઞાન દર્શન ચારિત્રના માર્ગે મેક્ષ પદમાં પહોંચી જવું એ જ એક ઉપાય છે. ત્યાં તે કાળને પણ કાળ આવી જાય છે. તેથી કાળનું કંઈ પણ ચાલતું નથી એ ઉપદેશ ૩૮
૧૪