________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
२०७ રાવણ સાથે યુદ્ધ કરી રાવણને હણ સીતાને પાછી લાવ્યા. આ ઠેકાણે કવિ કહે છે કે એ સર્વને કરતાં કાળ કેટલો બળવાન? કે જેણે એ ત્રણ (અને એવા બીજા પણ અનેક) બળવાને પણ વિનાશ કર્યો, જેથી અત્યારે જગતમાં એ સર્વ નામ માત્રથી રહી ગયા, પરંતુ સાક્ષાત્ એ કે જાતે નથી. એ પ્રમાણે જ્યારે મહા બળવાન કાળે એવા મહાબળવાનેને પણ નાશ કર્યો ત્યારે સાધારણ મનુષ્ય જે તેઓની આગળ પામર જેવા બિચારા ગણાય તેને નાશ કરે તેમાં શી નવાઈ ! આ ઠેકાણે કવિના ઉપદેશનું રહસ્ય એ છે કે કેઈ ના હોય કે મેટ હોય શેઠ હોય કે સેવક હય, પુરૂષ હોય કે સ્ત્રી હોય, બાળ હોય કે વૃદ્ધ હોય, બળવાન હોય કે નિર્બળ હોય, રાજા હોય કે રંક હોય પરંતુ કાળ કેઈને છોડવાનો નથી, વહેલા મેડા પણ કાળને આધીન થઈ આ દુનિયા છોડી જવાની છે. એમ સમજી સર્વ મનુષ્યએ ધર્મ કાર્યમાં આળસ ન કરવી અને વિલંબ પણ ન કરે. જે મહાત્માએ એ કાળના ભયથી સંસાર અસાર સમજી જ્ઞાન દર્શન ચારિત્રમાં જોડાઈ સંયમી બન્યા છે તેઓને પછી કાળને ભય રહેતું જ નથી, કારણ કે ચારિત્રના બળથી મુક્તિ પદ પામતાં સિદ્ધ પર માત્માના સ્વરૂપે થઈ જતાં ફરી ફરીને જન્મ મરણને ફેર રહેતા જ નથી તે પછી કાળને ભય કયાં રહ્યો! માટે હે મનુષ્ય તમે આત્મગુણમાં એક ધ્યાનવાળા થાઓ કે જેથી એવા જગત ભાક્ષી મહા બળવાન કાળને પણ જીતી શકે, એ ઉપદેશ. ૩૭