________________
૨૦૬
[ શ્રી વિજયપધસૂરિકૃતતે હે જને! બીજા પામર જીની તો વાત જ શી કરવી ? ૩૭
સ્પષ્ટાર્થ–લેકમાં કહેવાય છે કે રાવણને દશ મુખ હતાં, લંકાને અધિપતિ ને રાક્ષસોને રાજા, તેમજ ત્રણ લેકમાં એના બળની કઈ તુલના ન કરી શકે એ શુરવીર હતે. જેણે ઇન્દ્ર ચન્દ્ર સૂર્ય વાયુને તે સેવક તરીકે રાખ્યા હતા. નવગ્રહને અને જરાને (વૃદ્ધાવસ્થાને) તે જેણે ખાટલાના પાયે બાંધી રાખ્યા હતા. વાયુ તે જેને ઘેર પાણી ભરતા હતું. તે હવે એ લેકની કહેવત પ્રમાણે વિચારીએ તે દુનિયામાં એ કેટલે જબરદસ્ત યે હશે? તેમજ હનુમાન કે જેનું બીજું નામ લેકમાં મહાવીર કહેવાય છે તે રામને સેવક પણ એ બળવાન હતો કે જેણે રામની સ્ત્રી સીતાનું અપહરણ કરનાર રાવણ સરખાની સભામાં ખળભળાટ મચાવી મૂક્યા હતા. રાવણની લંકાનગરી બાળી દીધી અને રામ રાવણના યુદ્ધ પ્રસંગે લક્ષ્મણ ઉપર રાવણે શક્તિ ફેંકી. તે પેટમાં પેસતાં તેને કાઢવા માટે અહલ્યા નામની ઔષધિ કેઈએ ઉપાય તરીકે બતાવી. તે દ્રોણ નામના પર્વતમાં છે, પરન્તુ તે ઓષધિ બધો વનસ્પતિઓમાં કઈ હશે? તેની ઓળખાણ ન હેવાથી લક્ષમણ પાસે આ દ્રોણ પર્વત જ ઉખેડીને ઉંચકી લાવ્યો અને તે ઓળખનારે ઔષધિથી લક્ષ્મણને સાજા કર્યા, એ લોકિક કથા પ્રમાણે વિચારતાં હનુમાન કે બળવાન! કે જેણે દ્રોણ પર્વતને પણ ઉખેડી નાખે, તેમ જ દશરથ રાજાના પુત્ર શ્રી રામચંદ્ર તે પણ જગતમાં મહા બળવાન તરીકે પ્રસિદ્ધ છે કે જેણે પોતાની સ્ત્રી સીતાનું હરણ કરનાર રાવણ રાજાની સરહદમાં જઈ