________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
-
૨૦૩
અક્ષરાથજગતના વ્યવસાયમાં ગુંથાયલે મનુષ્ય કહે છે કે હું નમ્રતા રૂપી શસ્ત્ર વડે અહંકારને વિજય પછી કરીશ, તથા પાંચે ઈન્દ્રિયોનું દમન કરી કામદેવના વિકારેના ઉગતા અંકુરાઓને નાશ પાછળથી (અમુક મુદત બાદ) કરીશ, તેમજ નિર્મળ ધ્યાન વડે મોહના ફેલાવાને અટકાવી દેવાનું કામ પણું પાછળથી કરીશ. (એ પ્રમાણે ધર્મનાં કામ કાળ વિલંબે કરવાનું કહે છે) પરતુ એ જાણતો નથી કે આ જગતમાં હત્યારો કાળ આવીને મહને વચમાંથી જ ઉપાડી જશે ૩૬
સ્પષ્ટાર્થ–દુનિયાના વ્યવહારોની જાળમાં ગુંથાયેલો મનુષ્ય ઘણીવાર એમ વિચારે છે કે આ સંસારની માયા જાળ છેડવા લાયક છે ને દેવગુરૂની ભક્તિ, ધર્મનાં અનુષ્ઠાન વિગેરે સાધનેને સેવીને પર ભવનું ભાતુ બાંધીએ, પરંતુ આ વખતે આ કામ અધૂરું છે તે પૂરું કરી લઉં ને આ આ વખતે આ કામ અધૂરું છે તે પૂરું કરી લઉં, ત્યાર બાદ ગુરૂદેવને વિનય કરી નમ્રતાથી અહંકાર શત્રુ જીતીશ, પાંચ ઈન્દ્રિયોનું દમન કરી ઉગતા કામ વિકારેના અંકુરાને નાશ કરી શૃંગારી વિલાસો ત્યાગ કરીશ અને નિર્મળ ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનથી મેહને ફેલાવે અટકાવી મારા આત્માનું કલ્યાણ કરીશ. એમ વિચારમાં ને વિચારમાં પિતાના જીવનને ઘણો ખરે કાળ વીતાવી દે છે અને ઓચિંતે કાળ આવીને ઉપાડી જાય છે એટલે આઉખુ પૂરું થતાં પર ભવમાં જવું પડે છે, ને કામ તે સર્વ અધૂરાં ને અધૂરાં પડયાં રહે છે, એવા વિચારમાં ને વિચારમાં અચાનક