________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૧૯૯ જોઈએ. કારણ કે ખરૂં સમ્યગ્દષ્ટિપણું તે પ્રમાણે વર્તન વાથી જ શોભે છે. સમ્યગ્દષ્ટિ છે એ વાત જરૂર યાદ રાખે છે કે સંસારમાં સૌ સ્વાર્થના જ સગાં છે. જ્યાં સુધી સ્વાર્થ સિદ્ધિ ન થઈ હોય, ત્યાં સુધી ઉપરની દષ્ટિથી જ (દેખાડવા માત્ર) માંહો માંહે લાગણી જણાવાય છે. આ
સ્વાર્થિપણાની બાબતને સ્પષ્ટ સમજાવવાને મેં શ્રી દેશના ચિંતામણિના પહેલા ભાગમાં એક ડેશીનું દષ્ટાંત જણાવ્યું છે. તે ત્યાંથી જોઈ લેવું. તથા નિભંગી જીવને ધન મળવાના પ્રસંગે પણ દબુદ્ધિ જાગે છે. તે બાબતમાં એક નાનકડું દષ્ટાંત આ પ્રમાણે જાણવું. વિમાનમાં બેસીને વિદ્યાધર અને તેની સ્ત્રી ચાલ્યા જાય છે. નીચેના ભાગમાં ચાલ્યા જતા એક ગરીબને જોઈને વિદ્યાધરની સ્ત્રી પોતાના પતિને કહે છે કે આ ગરીબનું ભલું કરે, એને કંઈ દાન દઈને સુખી કરે. વિદ્યાધર કહે હું તારા કહેવા મુજબ કરવા તૈયાર છું, પણ તેના ભાગ્યમાં લક્ષ્મી નથી. વિદ્યાધરની સ્ત્રી કહે તમારે દાન દેવું નથી માટે, આમ બોલે છે. સ્ત્રીના આ વચન સાંભળીને વિદ્યાધરે જે રસ્તે તે ગરીબ માણસ ચાલ્યો આવે છે તેના આગલના ભાગમાં એક દરેણું મૂકયું. આમ કરવામાં વિદ્યાધર પિતાની સ્ત્રીને એ જણાવવા માગતો હતો કે અનુક્રમે આ ગરીબ માણસ ચાલતા ચાલતા ઘરેણાની પાસે આવશે અને તે લઈ લેશે. અને સ્ત્રીની આગળ મારી કંજૂસાઈ નહિ ગણાય પણ બન્યું એવું કે પેલા ગરીબ માણસને ઘરેણાંની નજીક આવ્યા પહેલાં જ એવો વિચાર આવ્યા કે “આંધળા કેમ