________________
સ્પષાર્થ હિત વૈરાગ્યશતક ]
૧૭૦ સ્પષ્ટ –કેઈ વૈરાગી પુરૂષ ખેલ તમાસા જેવાના શોખીન એવા પિતાના મિત્રને શીખામણ આપે છે કે હે મિત્ર! તને તમાસા જેવાને બહુ શોખ છે, તેથી તે દરરોજ નાટક સીનેમા જેવા જાય છે, જાદુગરના જાદુ ખેલ જેવા જાય છે ને ઉજાગરા કરી શરીર બગાડી પૈસા ખૂટે માગે વેડફી (ખરચી) નાખે છે, પરંતુ એ નાટક ભવાઈઓ રામલીલાઓ ને જાદુગરીઓ બધી બહારની છે, દુનિયાને ઠગીને પૈસા પડાવવાની ચાલબાજી છે. ખરું નાટક ખરી ભવાઈ ખરી જાદુગરી ને ખરી રામલીલા તે આ સંસારમાં આપણું પિતાની જ ખરી રીતે જોવાની છે. તે વિચાર તે કર કે નાટક વિગેરેમાં જેમ એક એકટર ઘડીમાં સ્ત્રી બની તેજ એકટર ઘડીમાં રાજા બને છે, તે ઘડીમાં ભિખારી બને છે, એમ વેષ અદલબદલ કર્યા કરે છે, તેમ સંસારી જીવ સંસાર રૂપી થિએટરમાં જન્મ લઈ ન્હાને બાળક બને છે. ત્યારબાદ એ જ બાળક થોડા વખત બાદ જુવાન બને છે, અને એ જ જુવાન છેડા વખત બાદ બુટ્ટો બની જાય છે, અને બુટ્ટો બનીને પછી થોડા વખતમાં મરણ પામી મડદું બની જાય છે. પછી તે ક્યાં ગયે તેની પણ ખબર પડતી નથી. માટે આવી દુનિયાની સાક્ષાત ઈન્દ્રજાળ આપણે પોતે જ બતાવી રહ્યા છીએ તે પછી બીજી બનાવટી ઈન્દ્રજાળ એટલે નાટક વિગેરે તમાસાઓ જેવાનું કામ શું? પિતાની જ ઈન્દ્રજાળ કેવો છે તે તે જુઓ. એ પ્રમાણે ગ્રન્થકાર કવિએ મિત્રને ઉપદેશના રૂપમાં આ દુનિયાનેજ ઈન્દ્રજાળ સરખી કહી બતાવી છે. આમ કહેવાને મુદ્દો એ છે કે, જગતમાં જે જે