________________
૧૫૮
[ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતઉપર એવા ઘણાખરા રન જેવા બલકે તેથી પણ ચઢી જાય તેવા નરવીરે છે કે જેઓ પ્રાણાને પણ જૂઠું બોલતા નથી, તેમજ એવા વીર પુરૂષ પણ છે કે જેઓ યુદ્ધમાં પ્રાણાને પંઠ બતાવતા નથી એટલે કાયર થઈ નાસી જતા નથી, તેમજ એવા દયાવાળા ને ઉદારતાવાળા પુરૂષે પણ છે કે જેઓ કંઈપણ માગણ ભીખારી યાચક આવે તે, “જત રહે અહિંથી, કંઈ પણ આપવાનું નથી” એમ કદી પણ કહેતા નથી. ઓછામાં ઓછું પણ કંઈક આપીને વિદાય કરે છે. આ પ્રમાણે (૧) સત્યવાદીઓ (૨) વીરસુભટ અને (૩) ઉદાર દાતાઓ એ જ આ પૃથ્વીમાં ખરેખરા રત્ન છે અને એવા રત્નપુરૂષ વડે જ આ પૃથ્વી રત્નાવતી-રત્નવાળી કહેવાય છે. આનું તાત્પર્ય એ છે કે આ પૃથ્વીમાં એવા નરરત્નો પાકે છે, તેઓને ધન્ય છે કે જેમના વડે પૃથ્વી શોભીતી છે, પરતુ જૂઠાબોલા કાયર અને કૃપણુ-કંજૂસ પુરૂષોની આ દુનિયામાં કંઈ ખોટ નથી. સર્વ ઠેકાણે એવા પુરૂષો લાખ કરડે છે, પરંતુ તેવા પુરૂષ તો આ પૃથ્વીને ભારભૂત છે, અને પૃથ્વી તેવાઓને રાખીને લાજી મરે છે પણ શું કરે ? ઘરમાં કુપાત્ર છોકરાં પાક્યાં હોય તેને કંઈ દરિયામાં ફેંકી દેવાય? એ પ્રમાણે લેકમાં કવિએ સાચાબેલા શૂરવીર અને દાતારની પ્રશંસા કરી છે. આ બીના અપૂર્વ શિખામણ એ આપે છે કે, ભવ્ય છાએ સાચું રત્નપણું મેળવવાને માટે બેસવાનું ખાસ કારણ હોય તે સાચું જ બલવું, પણ અસત્ય તે બોલવું જ નહિ. સત્યતાના પ્રભાવે જ વસુરાજાનું સિંહાસન અદ્ધર રહેતું હતું, જ્યારે