________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક]
૧૪૯ ઉપમા આપી છે. હાથીને જેમ ચાર પગ હોય છે તેમ મિથ્યાત્વ (રૂ૫ હાથી) ના ફોધ માન માયા ને લેભ એ ચાર બળવાન કષાય રૂપ ચાર પગ છે, એટલે મિથ્યાત્વની ગતિ-ફેલાવે એ ચાર કષાયથી થાય છે. તથા હાથીને જેમ લાંબી સૂંઢ હોય છે તેમ મિથ્યાત્વ રૂપ હાથીને મણ (મમતા) રૂપ લાંબી સૂંઢ છે. અને હાથી જેમ એ સુંઢથી જ સર્વ વસ્તુ પકડી શકે છે તેમ મિથ્યાત્વ એ મમતા રૂપી સૂંઢથી સર્વ સંસારી જીને પકડી–ફસાવી શકે છે, તથા હાથીને જેમ જમીનને ખેદી નાંખે એવા અણીદાર-લાંબા બે દંતૂશળ હોય છે તેમ મિથ્યાત્વ રૂપ હાથીને જગતને ભેદી નાખનારા રાગ દ્વેષ રૂપી બે દંકૂશળ છે, તથા હાથી જેમ પિતાના મદ વડે ઉન્મત્ત થઈને મહાવત વિગેરેમાંના કોઈને પણ ગણકારતું નથી તેમ મિથ્યાત્વ રૂ૫ હાથી પણ દુનિયાને જીતનારા કામદેવ સરખા મિત્રથી ઉન્મત્ત બનેલો છે તેથી (એ મિથ્યાદષ્ટિ જીવ) દેવ ગુરૂ આદિ કોઈને ગણકારતો નથી, છતાં હાથી જેમ તીર્ણ અંકુશની કુશળતાવાળા મહાવતથી વશ થાય છે તેમ સમ્યગ જ્ઞાન રૂપી તીવ્ર અંકુશને ઉપયોગ કરવામાં કુશળ એવા મુનિ વિગેરે મહાત્માઓથી જ તે વશ થાય છે, માટે એવા મિથ્યાત્વ રૂપી દુષ્ટ હાથીને જે મુનિરાજ વિગેરે મહાત્માઓએ આગમ જ્ઞાનના અંકુશ વડે વશ કર્યો છે તે મુનિ મહાત્માએ ત્રણે જગત વશ કર્યા છે, એમ જાણવું. એટલે તેઓ ત્રણે જગતના નાયક (પરમાત્મ સ્વરૂપ) બની શકે છે. ૨૫
અવતરણ–શત્રુ અને મિત્રમાં સમદષ્ટિ વાળા પુરૂષ ઘણું જ ઓછા છે તે વાત આ લેકમાં જણાવે છે –
છે તેથી
થી, છતાં હા
છે તેમ સમ નિ વિશે