________________
૧૪૫
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક] જિમ ઝાડને મૂલ ડાળી હવે જલ પ્રવાહે સિંચતા, જનને દીએ ફલ તેમ સંયમ ઝાડને પણ સિંચતા; શ્રદ્ધા સ્વરૂપ જલથી પરમ નિર્વાણ ફલને તે દીએ, શુભ બંધ રૂપ મૂલ ડાળીઓ સમ્યકત્વ રૂપ
સંભારીએ. ૧૨૫
આચાર ઉત્તમ અર્થ બીજે વૃત્તનો ના ભૂલીએ, મૂલથી તરૂ નાણથી ચારિત્ર ફલ તસ જાણીએ; ઘણું કરીને બહુ જનો સમ્યકત્વ પામે નાણથી, સમ્યકત્વ ભાખે ડાળ જેવું જૈન શ્રત આ હેતુથી. ૧૨૬ દર્શનપદે સમ્યકત્વ ઉત્તમ આત્મભાવ સ્વરૂપ એ, પર્યાપ્તિ છઠ્ઠી પૂર્ણ હોતાં પ્રકટ શ્રદ્ધા જાણીએ;
જ્યાં રહી શ્રદ્ધા તિહાં સમ્યકત્વ નિર્ણય ધારીએ, સમ્યત્વમાં શ્રદ્ધા તણી ભજના કદી ના ભૂલીએ. ૧૨૭
અક્ષરાર્થ–જે ભવ્ય જીવ સમ્યગ જ્ઞાન રૂપી મૂળવાળા અને સમ્યગ દર્શન રૂપી શાખાઓવાળા ચારિત્ર રૂપી ઝાડને નવપલ્લવિત કરવા તેની ઉપર પાણી સિંચે (છાંટે) છે, તેને તે ચારિત્ર) ઝાડ મોક્ષ રૂપી ફળ આપે છે. ૨૪
સ્પષ્ટાર્થ –જેમ ઝાડ મૂળ હોય તે જ વધે તેમ ચારિત્ર રૂપી ઝાડને વધવાને સમ્યગ જ્ઞાન રૂપી મૂળ-પાયે જોઈએ, અને ઝાડ મેટું થતાં જેમ તેને અનેક ડાળીઓ