________________
૧૩૬
[ શ્રી વિજયપધસૂરિકૃત– સ્ત્રીઓને જેઈ કામાસક્ત થઈ રેમાંચિત થાય એમાં શું આશ્ચર્ય છે, કારણ કે પુરૂષ તે ચિતન્યવાળા છે. પરંતુ આ વખતે તે ચિતન્ય વિનાના જડ જેવા આંબા પણ સ્ત્રીએના અભુત વિલાસ જોઈને મંજરીના મિષથી રોમાંચિત થઈ જાય છે, (કારણ કે વસન્ત ઋતુમાં આંબાને મંજરી=માર આવે છે), એ રીતે જે કે હીંડલા હિંચતી વિલાસી સ્ત્રીઓને જેઈને વિલાસી પુરૂષો અને આંબા રોમાંચિત-રાજી રાજી થઈ જાય છે પરંતુ એવા વનમાં કે શહેરમાં વિચરતા મુનિ મહાત્માઓનું મન તે જરા પણ કામાતુર કે રાજી થતું નથી. કારણ કે તે મહાત્માઓનું મન તો સિદ્ધાન્તના જ્ઞાનમાં જ (વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં જ) સંપૂર્ણ તલ્લીન થયેલું હોય છે, માટે ખરેખર એવા મુનિ મહાત્માઓને જ હજારવાર ધન્ય છે. આ શ્લોકનું રહસ્ય એ યાદ રાખવું કે શ્રી જૈનેન્દ્રાગમને સાંભળવાથી ભણવાથી વિચારવાથી મનને વશ કરી શકાય છે. એટલે મેક્ષ માર્ગની આરાધનામાં સ્થિર કરી શકાય છે એમ સમજીને જૈનેન્દ્રાગમની પવિત્ર વાસનાવાળા ભવ્ય જીવે ભેગ તૃષ્ણના ગુલામ બનતા જ નથી અને બીજાઓને તેવા થવા દેતા નથી. કારણ કે તેઓ એમ માને છે કે ભેગ વિલાસ એ શલ્ય જેવા અને ઝેર જેવા છે. અને આશીવિષ સર્પની દાઢા જેવા છે. માટે તેને મનથી પણ નહિ ચાહવા (ઈચ્છવા) જોઈએ. તેની પ્રાર્થના પણ નહિ જ કરવી જોઈએ, કારણ કે તેમ કરનારા છે અનિચ્છાએ પણ જરૂર દુર્ગતિમાં જાય છે. ૨૧
અવતરણું–હવે કવિ આ લેકમાં જેમ સંસારી