________________
સ્પષ્ટથ સહિત વૈરાગ્યશતક ]
૧૩૫ સાંભળે જિન સમયને ભણજે વિચારો અર્થને, એહથી વૈરાગ્ય રંગે સાધશો ચારિત્રને. ૧૧૭ દુર્બલિકા પુષ્પ મિત્ર તણું નિદર્શન ભાવીએ, શ્રી જિનાગમનો અપૂરવ વેગ પુણે માનીએ; ભોગ તૃષ્ણા ઇમ ટળે વૈરાગ્ય રંગે ઝીલીએ, સમતા ક્ષમામય જીવને મરતાં સમાધિ પામીએ. ૧૧૮
અક્ષરાર્થ–જે ચૈત્ર માસમાં (વસન્ત ઋતુમાં) આંબાનું ઝાડ પણ આશ્ચર્યકારી મંજરીના (મૅરના) ભારના મિષથી (હાને) રોમાંચિત થાય છે, તેવી વસન્ત ઋતુમાં હિંડલા ઉપર હિંચકા ખાતી સ્ત્રીઓને અદ્ભુત વિલાસ જેને પણ સિદ્ધાન્તના-આગમના મહા રહસ્ય જ્ઞાનમાં તલ્લીન-વ્યાપ્ત થયેલા મન વાળા એવા જે મુનિઓનું મન કામદેવની પીડાથી પીડિત થતું નથી તે જ મુનિવરો આ જગતમાં ધન્ય છે ૨૧
પષ્ટાઈ–વસન્ત ઋતુમાં નગરની સ્ત્રીઓ અને પુરૂષ વનમાં ને બાગ બગીચામાં અનેક પ્રકારના કીડા વિલાસો કરે છે. સ્ત્રીઓ આંબા વિગેરેની ડાળે દેર વિગેરે બાંધી હિંડોલી ખાય છે. પુપે વણે છે. આ પ્રમાણે વસતવિલાસ કરતી સ્ત્રીઓને જોઈને વિલાસી પુરૂષનું મન ઘણું કામાતુર થાય છે, અને સ્ત્રીના હાવ ભાવ વિગેરે વિલાસેથી પુરૂષોની કાયા પણ હર્ષ વડે રોમાંચિત થઈ જાય છે. આ ઠેકાણે કવિ એમ જણાવે છે કે વસન્ત ઋતુમાં પુરૂષો