________________
૧૦૬
[ શ્રી વિજયપધ્ધસૂરિતરની સેબત કરવી જોઈએ. આ પ્રમાણે વર્તવાથી મોહ રાજાને જરૂર હરાવી શકાય છે. અત્યાર સુધી આપણને મુક્તિના સુખે ન મળ્યા તેનું કારણ એ છે કે આપણે મેહ રાજાના ગુલામ બની ગયા છીએ. હવે તેને જે ગુલામ બનાવવો હોય, તે કવિના કહ્યા પ્રમાણે સમજણ પૂર્વક સ્ત્રીને ત્યાગ જરૂર કરવો જ જોઈએ. સ્ત્રીને સંગ કરવો અને ખરા ત્યાગી બનવું એ બે વાત ન જ બની શકે માટે જ એક કવિએ કહ્યું છે કે
છે દુહા સતીપણું પાલવું ને વેશ્યા સાથે વસવું, આ બે વાત બને-જિમ લેટ ખાવે ને ભસવું. ૧.
આ પ્રસંગે બે બગડે બાવીનું દષ્ટાંત જાણવા જેવું છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું–એક ગામના પાદરમાં નદીના કાંઠે ઝુંપડીમાં બાવાજી રહેતા હતા. તે ઘરબારી હતા. એક વખત બાવાજીએ વિચાર્યું કે મને આંક લખતા પણ આવડતું નથી. માટે થોડા આંક શીખવા જોઈએ. એક શિક્ષકને ભણાવવા રાખ્યા. હંમેશાં તે ભણાવવા આવે છે, ત્યારે બાવી પણ સામી બેસીને સાંભળે છે. એકડાથી માંડીને એકવીસ સુધી શીખ્યા બાદ શિક્ષક બાવાજીને બાવીશને આંક શીખવાડે છે. શીખવાની પદ્ધતિ એ છે કે-“બે બગડે બાવી” એમ શિક્ષક બોલાવે છે. બાવાજી બોલતા જાય છે ને ઘુંટતા જાય છે. એમ વારંવાર કરતાં બાવાજી શિક્ષકને પૂછે છે કે કેમ “બે બગડે બાવી ને” શિક્ષકે કહ્યું-હા. એમ વાર