________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશત ].
૧૦૧ બાજુ ફેલાય છે તેમ નવયૌવન અવસ્થામાં પુરૂષને મનમાં રહેલ કામક્રીડાને રસ-ઉત્સાહ ઘણો જ ફેલાવે પામે છે. તથા હાલે ભાઈ જેમ ઘરના કારભારમાં મદદગાર થાય છે તેમ નવયવન પણ કામકીડાને ઘણી રીતે મદદ કરે છે, તથા મોતીઓની ઉત્પત્તિ જેમ સમુદ્રમાંથી થાય છે, તેમ કામક્રીડા સંબંધિ ચતુરાઈવાળાં મેહક વચનેની ઉત્પત્તિ પણ નવયવન અવસ્થામાંથી થાય છે, તથા ચકેર પક્ષીને જેમ પૂનમને ચન્દ્ર દેખી બહુ આનંદ થાય છે તેમ પુરૂષની નવયૌવન અવસ્થાને જોનારી સ્ત્રીઓના નેત્રને પણ બહુ આનંદ થાય છે. તેમજ ભાગ્ય એટલે દેહના સૌન્દર્યની શોભા નવયવના વસ્થામાં ખીલે છે, માટે યુવાવસ્થા સોભાગ્ય લક્ષમીને ભંડાર છે, એ પ્રમાણે યુવાવસ્થા સર્વ રીતે કામદેવની ઉત્પત્તિનું સાધન હોવા છતાં પણ જે પુરૂષ એ અવસ્થામાં કામને જીતે છે તે જ પુરૂષ સર્પના રાફડામાં રહ્યો છતે સને જીતનારો અને સિંહની ગુફામાં રહીને સિંહને જીતનાર અને કાજળની કેટડીમાં રહેવા છતાં ડાઘ નહિ લગાડનાર મહા સમર્થ બળવાન હોવાથી ધન્ય છે. વખાણવા લાયક છે. સૂક્ષ્મ દષ્ટિથી આ લેકનું રહસ્ય વિચારતાં જણાય છે કે ખરાબ નિમિત્તને સેવનારા છની જુવાનીની તરફ લક્ષ્ય રાખીને કવિએ જુવાનીનું સ્વરૂપ જણાવ્યું છે. કારણ કે વિષય કષાય રૂપી બળખામાં ચોટેલા સંસારી જેમાં ઘણાં યુવાને વિષય રૂપી કાદવમાં રગદોળાયા છે, અને રગદોળાય છે. અને તેઓ જુવાનીને લોકમાં જણાવ્યા મુજબ માને છે, પણ શ્રી સ્થૂલિભદ્ર મહારાજ વિગેરે મહા પુરૂષની જુવાની બહુ જ