SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકૃતશકાય છે. ઘણું ચીકણું કર્મોના બંધનથી બચી શકાય છે. આવી ઉત્તમ ભાવનાના દઢ સંસ્કાર કેઈક પુણ્યશાલી અને પાછલા ભવમાં પડેલા હોય છે. ત્યાં તેઓ સંયમાદિની સાધના કરતા હતા ખરા, પણ પિતાનું આયુષ્ય ઓછું હેવાથી તે સાધના પૂરી કરી શકયા નહિ, ને પરભવમાં ચાલ્યા ગયા. આવા અતિમુક્તકુમાર, વજસ્વામી જેવા જીવો બાલ્ય વયમાં નિર્મલ ભાવથી સંયમને સાધીને મુક્તિ સુખ અને મહદ્ધિક દેવતાની ઋદ્ધિને પામે છે. આથી બીજા નંબરના ગજસુકુમાલ, ધન્યકુમાર, શાલિભદ્ર, અવંતીસુકુમાલ વિગેરે મહા પુણ્યશાલી જીવેના જેવા કેટલાએક ભવ્ય જીવો ભર જુવાનીમાં ઉભે પગે નીકળે છે. એટલે સ્વાધીને ભેગોને છેડીને આત્મહિત સાધે છે. આ રીતે જેઓ હાદુરી કરતા નથી તેમને ભેગો તજે છે. એટલે મેડા કહેલાં પરાધીન દશામાં તે ભેગોને છોડવા જ પડે છે. સંસારી જીને જેટલી તાલાવેલી ભેગને માટે નિરંતર રહેલી છે, તેટલી જે મેક્ષ માર્ગને સાધવામાં રાખે તે તેઓ થોડા સમયમાં જરૂર મુક્તિના સુખ પામી શકે છે. પરંતુ તે પ્રમાણે વર્તનારા છે વિરલા જ હોય છે. જ્યાં સુધી શરીર નીરોગી હોય, જુવાન હય, ઈદ્રિયે પોત પોતાનું કામ કરી શકતી હાય, આયુષ્યને ઘટવાના કારણોને સંબંધ ન થાય ત્યાં સુધી ભવ્ય એ આત્મકલ્યાણને સાધવા માટે પ્રમાદને ત્યાગ કરીને બહુ જ સાવચેત રહેવું જોઈએ. સ્વપર હિતને જરૂર સાધવું જોઈએ, કારણ કે જેમ તળાવ ફાટયા પછી પાળ બાંધવી નકામી છે, તેમ વૃદ્ધાવસ્થા આવે શરીરની શિથિલતા
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy