________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક] કર્મ જીતે જેમને તે રાંકડા જેવા ફરે, જેહ જીતે કર્મને તે શાશ્વત સુખને વરે, ૭૮ બકરાં તણા યૂથમાં રહી ભૂલી ગયો નિજ ભાનને, સિંહ શિશુતિમ કામિની ટોળા વિષે નિજ ભાનને; અનંત શક્તિ જીવ ભૂલ્યો કર્મ કારણ સેવત, જિન વચનથી બગડેલ બાજી સર્વ શીધ્ર સુધારતે ૮૦ આત્મ વિલાસ વેગે કર્મ શત્રુ જીતતે, આત્મ સંપદ મેળવીને શાશ્વતાનંદી થત; ભેગ તૃષ્ણની ગુલામી આ ગુલામી સર્વની, દાસી બનાવે તેહને જે ભક્તિ કરજે તેમની ૮૧
અક્ષરાર્થ – ઘડપણમાં પિતાના વાળ સફેદ થઈ જાય છે, યુવાની રૂપ પવિત્ર લક્ષ્મી વિનાશ પામે છે, આખેનું તેજ નાશ પામે છે, બે કાનમાં બહેરાશ આવી જાય છે, તથા દાંત હાડ માંસ અને ચામડી એ સવ વૃદ્ધાવસ્થા વડે સ્થાન ભ્રષ્ટ થઈ જાય છે (નાશ પામે છે), એ પ્રમાણે થયેલી દુર્દશાઓને સાક્ષાત દેખનારા એવા પણ જડ પુરૂષો હજી સુધી હદયમાં હંમેશાં તે સ્ત્રીઓનું ધ્યાન કર્યા કરે છે, એ ઘણા જ ખેદની વાત છે. ૧૩ આ સ્પષ્ટાર્થ આ લેકમાં કવિ વૃદ્ધ સંસારી જીની લેગ વિલાસ તરફ દોડતી મને વાસના તરફ ઘણે ખેદ (તિરસ્કાર ) જણાવે છે, કારણ કે ભરજુવાન અવસ્થામાં