________________
હિંસાકમ
હિંસાના વિશિષ્ટ કારણુ.
હવે જે જે કારણ કરીને હિંસા થાય છે, તે તે કારણે કહે છે. ખેતી, કમળસહિત ચૌમુખી વાવ, કમળસહિત ગળ વાવ, કયારા, ફૂવા, વણખોદેલું તળાવ, દેલું તળાવ, માટી ખાણ, વેદિકા, નગરની ખાઈ, વાવ, કીડાનાં સ્થાન, મરણ પામેલાનાં પગલાં, ગઢ, બારણું, ગઢની પળ, ગઢના કેઠા, ગઢ અને નગર વચ્ચે માર્ગ, પૂલ, માર્ગ તથા પગથીયાં, મહેલ, તેના ભાગે, ભવન, ગૃહ, ઘાસના કુબા, પર્વત ઉપરનાં ગૃહ, હાટ, પ્રતિમાનું સ્થાનક, શિખરબંધ દેવમંદિર, ચિત્રસભા, પરબ, દેવનાં સ્થાનક, તાપસાદિકનાં રથાનક, ભેંયરાં અને માંડવા, તેમજ ધાતુનાં વાસણ, માટીનાં વાસણ, (ઘંટી ખાંડણીયો વિગેરે) ઘરનાં રાચરચીલાં, એ વગેરે અનેક પ્રકારના કારણે મંદ બુદ્ધિવાળાઓ પૃથ્વી કાયની હિંસા કરે છે.
સ્નાન, પાન, ભજન, વસ્ત્ર ધોવાં, શૌચ આદિને કારણે મંદ બુદ્ધિવાળાઓ અપકાયની હિંસા કરે છે.
રાંધવું, રંધાવવું, અગ્નિ સળગાવ, દીવા વગેરે કરવા, ઈત્યાદિ કારણે અગ્નિકાયની હિંસા કરે છે.
સૂપડે ઝાટકવું, વીંઝણો વિઝ, બપડે વીંઝણે વીંઝ, મેરપીચ્છ ફેરવ, મુખે ઉચ્ચાર કર, તાબોટા વગાડવા, સાગપત્ર ફરકાવવું, વસ્ત્ર આદિથી વાયુ ઢેળવો ઇત્યાદિથી વાયુકાયની હિંસા કરે છે.
ઘર, હથીયાર, મિષ્ટાન્નાદિ, અન્ન, શય્યા, આસન