________________
૧૩૨
- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પૂજે, ૪ વધુ આસન રાખે, ૫ વડા–વડીલની સામું બેલે, ૬
સ્થવિર-વૃદ્ધને ઉપઘાત કરે, છ એકેદિયાદિને પિતાના સુખને અર્થે ઉપવાત કરે, ૮ પ્રતિક્ષણ ક્રોધ કરે, ૯ હમેશાં ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ બીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા બોલે, ૧૨ ન ક્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના કલેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયેલા હાથ–પગે આહારાદિ લે, ૧૬ શાંતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમાં કલેશ કરી મને દુઃખ ઉત્પન્ન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અને ષણિક આહાર લે]
(૨૧) એકવીસ પ્રકારનાં સબલ કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ કર્મ).
[૧ હસ્તકર્મ, ૨ મિથુન, ૩ રાત્રિભોજન, ૪ આધાકમ આહાર ભેગવો તે, ૫ રાજપિંડનું ભોજન, ૬ પાંચ બેલનું સેવનઃ વેચાતું–ઉછીનું -બળાત્કારે-ભાગીદારની આજ્ઞા વિના-સ્થાનમાં સામું લાવેલું આપવું લેવું તે, ૭ પ્રત્યાખ્યાન કર્યા છતાં ભોગવે તે. ૮ મહીનાની અંદર ત્રણવાર પાણીને લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં જાય છે. ૧૦ એક માસમાં ૩ માયાનાં સ્થાનક ભોગવે તે. ૧૧ શમ્યાંતરને આહાર જમે તે. ૧૨ ઈરાદાપૂર્વક હિંસા કરે તે. ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય બોલે તે. ૧૪ ઈરાદાપૂર્વક ચેરી કરે તે. ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વી પર શયાદિ કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શયાદિ કરે તે. ૧૭ સચિત્ત શિલા, ઝીણું જીવ રહે તેવાં કાષ્ટ, બીજ, લીલોતરી
* પાણીને લેપ-ઉદલેપ કરવો, એટલે પાણીવાળી માટી નદી ઉતરવી તે.