________________
ભ્રહ્મચય
૧૨૩
શ્ય-રૂપ-યૌવન–સ્તન-આઇ-વસ્ત્ર-અલંકાર-આભૂષણ--ગુહ્ય - દ્રિય ઇત્યાદિ (જોવાં-સાંભળવાં તે) અને ખીજાં પણ તપ-સ’ચમ-બ્રહ્મચર્યના ઘાત-ઉપઘાત કરનારાં (કારી) છે, તે બ્રહ્મચર્યનું અનુપાલન કરનારે આંખ વડે, મન વડે કે વચન વડે ન અભિલષવા (ઇચ્છવા) ચેાગ્ય પાપકર્મી છે, એ પ્રકારે સ્ત્રી રૂપ-વિરતિ સમિતિના ચેાગથી જે ભાવિત છે તેના અંતરા ત્મા બ્રહ્મચર્ચમાં આસક્ત મનવાળા, ઈંદ્રિયધર્મથી નિવૃત્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યની ગુપ્તિએથી યુક્ત થાય છે.
ચેાથી ભાવનાએ પૂર્વે કરેલાં-સેવેલાં વિષયે આદિને સંભારવાં નહિ. પૂર્વે (ગૃહસ્થાવસ્થામાં) સેવેલા વિષય ભાગ; પૂર્વે કરેલી રમતા-ક્રીડા; પૂર્વ સમયનાં સગાંઓ (સાસુ –સાળા–સાળી આદિ)ના પરિચય આદિ; આવાહ પ્રસ ંગે (નવપરિણીતને ઘેર લાવવાં), વિવાહ પ્રસંગે, ચૌલ કમ (મુંડન–બાળકને ચાટલી રાખવી) પ્રસંગે, તિથિએ (મદન ત્રયેાદશી આદિ), યજ્ઞક્રિયાને દિને (નાગપૂજાના દિવસે), અને ઉત્સદિને (ઇંદ્રમહેાત્સવ) શૃગારથી સજ્જ થએલીસુંદર વેશવાળી સ્ત્રી સાથે, હાવ-ભાવ-લાલિત્ય-કામચેષ્ટા -વિલાસથીશાભતી સ્ત્રીઓ સાથે, અનુકૂળ પ્રેમિકા સાથે જે શયનપ્રત્યેાગ અનુભવ્યા હાય ( વિષયસેવન કર્યા હોય ) તે સંભારવાં નહિ. ઋતુ-ઋતુનાં સુંદર પુષ્પો, સુગ'ધી ચઢન, સુગધી દ્રવ્યેા તથા સુગ'ધી ધૂપ, સુખસ્પશ કરાવનારાં વસ્ત્રાભૂષણ મ્રુત્યાદિથી સુશેાભિત સ્ત્રીઓ સાથે પૂર્વે કરેલા વિષયભાગ સંભારવા નહિ. રમણીય વાજિંત્રા, ગીતા, નટ, નર્તક, અજાણીયા, મલ્લ, મૂઠીએ લડવાના ખેલ કરનારા (મુષ્ટિક