________________
૮
પયજા સંગ્રહ
पाणोवि पाडिहेरं, पत्तो छुढावि सुंसुमारदहे। एगेणवि एग-दिण-ज्जिएण हिंसावयगुणेणं ।।९६॥
અર્થ - સુંસુમાર કહને વિષે ફેંકાએલે છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણ વડે દેવતાનું સાન્નિધ્ય પામ્યો. ૯૬ परिहर असच्चवयणं, सव्वंपि चउन्विहं पयत्तेण । संजमवंतावि जओ, भासादासेण लिप्पंति ॥९७॥
અથ – સર્વે પણ ચાર પ્રકારનાં અસત્ય વચનને પ્રયત્ન વડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરુષે પણ ભાષાના દોષ વડે (અસત્ય ભાષણ વડે કર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે;- ૧ અછતાનું પ્રગટ કરવું, જેમ આત્મા સર્વગત છે, ૨ બીજો અર્થ કહેવે, જેમ ગો શબ્દ થવાન. ૩ છતાને ઓલવવું, જેમ આત્મા નથી. ૪ નિંદાનું કરવું, જેમ ચેર ન હોય તેને ચોર કહે. ૯૭ हासेण व काहेण व, लोहेण भएण वावि तमसच्चं । मा भणसु भणसु सच्चं, जीवहियत्थं पसत्थमिणं ॥९०॥
અર્થ - વલી હાસ્ય વડે, ક્રોધ વડે, લેભ વડે, અને ભય વડે તે અસત્ય ના બોલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. ૯૮