________________
પન્ના સંગ્રહ
ચૈત્યવંદન પૂર્વક વિધિ વડે તે ક્ષેપક (તપસ્વી)ને ચતુવિધ આહારનું પચ્ચખાણ કરાવે. ૪૫ अहवा समाहिहेऊ, सागारं चयइ तिविहमाहारं । ता पाणियंपि पच्छा, वोसिरियव्वं जहाकालं ॥४६॥
અર્થ - અથવા સમાધિને અર્થે ત્રણ પ્રકારના આહારને સાગારપણે પચ્ચકખે. ત્યાર પછી પાણીને પણ અવસરે
સિરાવે. ૪૬ तो सो नमंतसिरसं,-घडंतकरकमलसेहरा विहिणा। खामेइ सव्वसंघ, संवेगं संजणेमाणो ॥४७॥
અર્થ - ત્યાર પછી મસ્તક નમાવીને પિતાના બે હાથને મસ્તકે મુકુટ સમાન કરીને તે (અણુશણ કરનાર) વિધિ વડે સંવેગ પમાડતે સર્વ સંઘને ખમાવે. ૪૭ आयरियउवज्ज्ञाए, सीसे साहमिए कुलगणे य । जे मे केइ कसाया, सव्वे तिविहेण खामेमि॥४८॥
અર્થ - આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ અને ગણના ઉપર મેં જે કઈ કષાય કર્યા હોય, તે સર્વે હું ત્રિવિધે (મન, વચન અને કાયા વડે) ખમાવું છુ. ૪૮ सव्वे अवराहपए, खामेमि अहं खमेउ मे भयवं । अहमवि खमामि सुद्धो, गुणसंघायस्स संघस्स ॥४९॥