________________
૧૮
યથાર્થરૂપે જાણી શકે છે. (૯) અનન્ત પર્યાય - ડ્રેય અનન્ત હોવાથી કેવળ જ્ઞાન
ના પર્યાયો પણ અનન્ત છે.
આ બધા કારણોને લઈ ‘સ્વપ૨ વ્યવસયજ્ઞાન પ્રમાણે “યથાર્થ જ્ઞાન પ્રમાણમ્' આંદવિષયક સમ્યગજ્ઞાન પ્રમાણની કોટિમાં આવે છે. અને સ્મૃતિ, પ્રત્યભજ્ઞાન, તર્ક, અનુમાનાદિ બીજાઓના માનેલા પ્રમાણોને જૈનશાસને મતિજ્ઞાનમાં સામાવિષ્ટ કરેલા છે. કેમ કે તે બધાય પદાર્થ-દ્રવ્યની સાથે ઈન્દ્રિયોના Íક્તકર્ષથી પ્રાપ્ત થાય છે. તે કારણે Íકર્ષ જ્ઞાન અપ્રમાણ છે.
આમ અવ્યાપ્ત, અતિવ્યાપ્ત અને રાંશય દોષથી સર્વથા ઉહિત શમ્યજ્ઞાન જ પ્રમાણ છે.
સૂત્ર-૨ શ્રુતજ્ઞાનને છોડી બીજા ચારે જ્ઞાનોને ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા ન હોવાથી તે વ્યવહારને યોગ્ય નથી. અર્થાત્ અમુખ૨ છે. જ્યારે શ્રુતજ્ઞાનને ઉદ્દેશ, રામુદ્દેશ અને અનુજ્ઞા હોવાથી જ મુખ૨ છે, એટલે વ્યવહા૨ માં શ્રુતજ્ઞાન જ કામે આવે છે, કેમ કે શ્રુતજ્ઞાન નો આધાર લીધાવના મતિ, અવધ મન:પર્યાય અને કેવળજ્ઞાનની પ્રવૃત્તિ દેખાતી નથી. જેમ કે મતિજ્ઞાનથી ગમે તે વસ્તુનું જ્ઞાન થયું હોય, કે અર્વાધજ્ઞાનાદિથી બીજા પદાર્થોનો નિર્ણય થઈ ગયો હોય, તો પણ બીજાઓને રામજાવવા માટે તે જ્ઞાનોને પણ શ્રત જ્ઞાનનો આશ્રમ લીધા વિના બીજે માર્ગ નથી, કેવળજ્ઞાની પ૨મામાત્મા પણ પોતાના મુખ કમળથી ઉદ્ભૂત ભાષાને