________________
૩૦૫
પૃથ્વીાયિકૅ માટે :
સામાન્ય રીતે પૃથ્વીકાયકો, સૂક્ષ્મપૃથ્વીકાયકો, સૂક્ષ્મઅપર્યાપ્તપૃથ્વીકાયકો, સૂક્ષ્મપર્યાપ્તકો, સામાન્ય રૂપે બાદ૨પૃથ્વીકાયકો, અપર્યાપ્તબાદ૨ અને પર્યાપ્તબાદ૨ પૃથ્વીકાયો. આ શાતે પૃથ્વીકાયકોની જધન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યય ભાગે જાણવી.
શંકા :- બન્નેની અવગાહના એક સરખી જ હોય તો જધન્ય અને ઉત્કૃષ્ઠની ભેદ રેખા શા માટે ? જવાબમાં જાણવાનું કે જૈન શાસનની સમયગણત્રી સૂક્ષ્મતમ હોવાથી બીજા ધર્મવાળાઓને માટે સર્વથા અકલ્પનીય રહેલી છે. યર્ધાપ અસંખ્યેય, અસંખ્યય જ હોય છે. તો પણ કેવળજ્ઞાનીની દષ્ટિએ અશાંપેયના પણ અસંખ્યય ભેદ્ય હોવાથી ઉત્કૃષ્ટ અને જધન્યમાં વિરોધ નથી. અશત્ક-કલ્પનાથી આપણે જાણવું હોય તો એક રૂપીઆના સૌ પૈસા છે અને એક પૈસાની શો કોડીઓ છે. તેમાં એકાદ પૃથ્વીકાય જીવની અવગાહના એક પૈસા જેટલી, બીજાની બે પૈસા જેટલી, કોઈની એક કોડી જેટલી બીજા બે કોડી યાવતું એક પૈસા જેટલી કે એક રૂપીઆ જેટલી પણ હોઈ શકે છે. આ પ્રમાણે અસંખ્યયના અસંખ્યય ભાગ સમજી
લેવા.