________________
પ્રસ્તુત ગ્રન્થમાં સાધત્ત સારાંશ રૂપે કરવામાં આવ્યુ છે. આ રીતે અનુયોગ દ્વાર સૂત્રની રચના અનુયોગના દ્વારા ના વિવરણ માટે છે. નહિ કે કોઈ ગ્રંથ કે આગમની ટીકા રૂપે. તેમાં પ્રારંભમાં આવશ્યક સૂત્રનો ઉલ્લેખ એ ઉદાહરણ રૂપે છે.
પ્રસ્તૃત આગમ દ્રવ્યાનુયોગની અંતર્ગત ગણના પામે છે. ૧) દ્રવ્યાનુયોગ ૨) ગણિતાનુયોગ, ૩) ચરણક૨ણાનુયોગ. તથા ૪) ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગોમાં બધા આગમાં શાસ્ત્ર વિભક્ત થઈ જાય છે. જેમાં શાર્વથા સાધ્યદ્રવ્યાનુયોગ છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિરચિત "દ્રવ્ય-ગુણ-પર્યાય ના શસ" ગ્રન્થની પ્રથમ ઢાળ વાંચતા દ્રવ્યાનુયોગની ઉપયોગિતા તથા મહત્વ સમજાઈ જશે. આગમના અભ્યાસુ - જિજ્ઞાસુ ને માટે સર્વ પ્રથમ અનુયોગ દ્વારા સૂત્રની ઉપયોગિતા ઘણી છે. અને તેમાં પણ આવા રાંસ્કરણ ઘણાં સહયોગી - ઉપયોગી બનશે.
પ૨મા૨ાધ્યપાદ શુભનામઘેય જગપૂજય જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ. સા. (કાશીવાલા) ના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી વિધાવિજયજી મ. સા. ના પટ્ટપ્રભાવક વિર્ય પૂ. પંન્યાસજી શ્રી પૂર્ણાનંદ વિજયજી (કુમા૨ શ્રમણ) મ. સા. જેઓ વયથી પણ વૃદ્ધ છે અને જ્ઞાનથી પણ વૃદ્ધ છે તેઓશ્રીએ પ્રસ્તુત સંસ્કરણમાં સારાંશ રૂપે વિવેચન કરીને આગમાચારી વર્ગ સમક્ષ આ પુસ્તક મુકીને જ્ઞાનક્ષેત્રે સારો એવો ઉપકાર કર્યો છે. પ્રસ્તાવના લેખનાર્થે મારા જેવાને આદેશ કરી મહાન ઉપકાર કર્યો છે. આગમરૂપિજિજ્ઞાસુઓ પ્રથમ આ સંસ્કરણ નો દોહન કરીને આગમ પ્રવેશ કરવો. એ સર્વની મતિમાં વૃદ્ધિ ક૨નારૂ નિવડે એ જ અભ્યર્થના....
C/Oશ્રી મલાડ જૈન સંઘ. દેવકરણ મૂળજી વાડી. મલાડ (વે.) મુંબઈ. ૨૬-૯-૧૧