________________
પ્રાચીન ચૂર્ણ - ટીકાઓ ના પ્રારંભના ભાગમાં રામગ્ર નિરૂપણમાં એક જ પદ્ધતિ અપનાવવામાં આવી છે. જે અનુયોગામાં છે. એટલું જ નહીં પખંડાગમાદિ દિગંબ૨ ગ્રન્થોમાં પણ અપનાવવામાં આવી છે.
અનુયોગ દ્વા૨ ૨સૂત્રમાં સૂ, ૧ થી ૫ માં મંગળરૂપે પાંચ જ્ઞાનનો નિર્દેશ કરી તેમાંના મૃત જ્ઞાન સાથે વ્યાખ્યાના શાસ્ત્રનો સંબંધ દર્શાવવા આવ્યો છે. આવશ્યક સૂત્ર ના સામાયિક આદિ ૬ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક નામના અધ્યયનના ૪ અનુયોગ દ્વારા - વ્યાખ્યાતાોનો નિર્દેશ કર્યો છે. (સૂ૭૫)
(૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ, (૪) નય. (સૂ. ૭૫-૯૧) ઉપક્રમ ની વ્યાખ્યા, નામ, સ્થાપના. દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ તારો
છે ક૨વામાં આવી છે. અનુયોગદ્વાર સૂત્રમાં અધિકાંશ ભાગ ઉપક્રમની ચર્ચામાં આવરી લેવાયો છે. અને છેલ્લે શેષ ત્રણ નિક્ષેપાદ અનુયોગ દ્વારો ની સંક્ષેપમાં ચર્ચા છે. આ ઉપરથી એવુ સિદ્ધ થાય છે કે આ ગ્રન્થની ૨ચના એ પ્રકારની છે કે તેમાં ઉપક્રમની ચર્ચામાં જ જ્ઞાતવ્ય વસ્તુનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જેને આધારે પછીની ચર્ચા અત્યન્ત રાવલ થઈ જાય છે.
(૨) નિક્ષેપાર - અનુયોગ વ્યાખ્યાનું બીજુદ્ધાર છે-નિક્ષેપ. ઉપક્રમ થયા પછી નિક્ષેપની વિચારણા શરલ થઈ પડે છે. તેથી તેને બીજા ક્રમે
સ્થાન આપવામાં આવ્યું છે. ત્રીજા ક્રમે અનુગમ દ્વા૨ની વિચારણા છે. ૧) સૂત્રાનુગમ અને ૨) નિર્થકત્યનુગમ એવા બે ભેદો ક૨વામાં આવ્યા છે.
૪ થા નય દ્વાર - માં આ સૂત્રમાં ૭ નયો અને તેની વ્યાખ્યા દ્વારા વિવેચન કરવામાં આવ્યું છે. અનુયોગ દ્વારમાં ક્રમે સમુદાચાર્ય અને અવયવાર્થ નિરૂપણ ની પદ્ધતિ છે. તેનું મૂળ પ્રાચીન વ્યાખ્યા પદ્ધતિમાં પણ જોવા મળે છે.
આ પ્રમાણે અનુયોગ દ્વા૨ સૂત્રમાં પાંચ જ્ઞાનના વિષયથી શરૂઆત કરી – આવડ્યુક ના વિષયાદિની ચર્ચા કરતા-કરતા અન્ત સાત નો ની પ્રરૂપણા સૂધી અનેકવિષયોની વિચારણા કરવામાં આવી છે. જેનું વિવેચન