________________
૧૩૪
વિવેચન—કેવળી ભગવાન કેવળી સમુદ્દાત કરે, તે વખતે પેાતાના એકેક આત્મપ્રદેશ એકેક આકાશ પ્રદેશને વિષે સ્થાપન કરે, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લેાકાકાશ અને એક જીવ એ ચારેના પ્રદેશે। સરખા છે. સમ્ય કૃત્વ ચારિત્ર સહિત શ્રુતજ્ઞાની મરીને જે વારે અનુત્તર વિમાને ઇલિકા ગતિએ ઉપજે, તે વારે સાત રાજલેાક સ્પશે, તથા પૂર્વે નરકાચુ ખાંધ્યું હાય, અને તે પછી સમ્યગ્દ્ગષ્ટિ શ્રુતજ્ઞાની ચારિત્ર સહિત થયા હાય, તે મરીને છઠ્ઠી નારકીમાં ઇલિકા ગતિએ ઉપજે, તે વારે પાંચ રાજલેક સ્પર્શે, કારણ કે ચાદરાજ લાના મધ્યભાગ, રત્નપ્રભાની નીચે અસંખ્યાત કૈાડી ચેાજન ગયા પછી જ થાય છે. એટલે છઠ્ઠી નરકપૃથ્વી માંહે પણ અસંખ્યાત કાડી ચેાજન જઈએ, ત્યારે પાંચ રાજલેાક થાય છે. દેશવિરતિ અચ્યુત દેવલાકે ઇલિકા ગતિએ ( આગળના સ્થાનકને પામીને પછીના ભાગ મૂકે તેમ ) ઉપજે, તેા પાંચ રાજલેક સ્પશે.
૧૪ રાજલાકની વ્યવસ્થા-મેરૂના મધ્યભાગે ત્રસનાડી ૧ રાજલેાક પહેાળી અને ૧૪ રાજલેાક ઉંચી છે, તેમાં ત્રસ જીવા ઉત્પન્ન થાય છે. રૂચક ( સમભૂતલા )ની નીચે ૭ રાજલેક કાંઈક અધિક છે અને ઉપરના ૭ રાજલેાક કાંઈક આછે છે. સાતમી નરક પૃથ્વી તલે (પગે) તિખ્ખુ વિસ્તાર ૭ રાજલાકથી કાંઇક આછા, મધ્યભાગે ( નાભિના સ્થાને ) ૧ રાજલેાક, બ્રહ્મદેવલાકે (કાણીના સ્થાને ) પાંચ રાજલેાક અને ઉપર ( મસ્તકે ) ૧ રાજલેાક પ્રમાણુ તિતિ વિસ્તાર છે. એટલે ૧૪ રાજલેાકના આકાર કેડે હાથ દઈને તથા પગ પહેાળા કરીને ઉભેલા, વલેણું લાવતા મનુષ્યના
આકારે છે.