________________
કર્મગ્રંથ-૪
૬૮
અપર્યાપ્તા ૪. ચઉરીન્દ્રિય અપર્યાપ્તા ૫. અસંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા ૬. સંશી
પંચેન્દ્રિયઅપર્યાપ્તા.
ગુણસ્થાનક - બીજું, સાસ્વાદનસમકિત. યોગ - ૧૩ ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ અને કાર્મણકાયયોગ.
ઉપયોગ - ૫ અથવા ૬. ૩ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અથવા અવધિદર્શન સાથે છે.
૧. કેટલાક આચાર્યોના મતે જ્યારે જીવોને વિભંગજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે સામાન્ય બોધ રૂપે અવધિદર્શન પણ ગણેલું હોવાથી છ ઉપયોગ ગણાય છે.
લેશ્યા - ૬. ૬. મિથ્યાત્વ સમતિ
-
=
ગુણસ્થાનક - પહેલું, મિથ્યાત્વ.
યોગ
૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ અને કાર્મણકાયયોગ.
ઉપયોગ - ૫/૬. ૩ અજ્ઞાન, બે દર્શન અથવા ત્રણ દર્શન. લેશ્યા ૬.
જીવભેદ ૧૪.
=
અલ્પબહુત્વ સાસ્વાદન સમકિતી જીવો સૌથી થોડા હોય. થોડા એટલે અસંખ્યાતગુણા હોય છે. ચારે ગતિના સંશી પંચેન્દ્રિય પર્યામા અને નરકગતિ સિવાયના ત્રણ ગતિના સંશીઅપર્યાપ્તા જીવો તથા બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંક્ષીપંચેન્દ્રિય જીવો સાસ્વાદનસમકિત હોઈ શકે છે. આ બધાનો સરવાળો કરીએ ત્યારે અસંખ્યાતા થાય છે. અને બધા સમકિત જીવો કરતાં આ સમકિતનો કાળ વધારેમાં વધારે છ આવાલિકા જેટલો અલ્પ હોવાથી સૌથી થોડા કહ્યા છે. તેના કરતાં ઉપશમસમકિત જીવો સંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે આ સમકિતનો કાળ