________________
વિવેચન સાસ્વાદનસમકિત કરતાં વધારે હોય છે. તેના કરતાં મિશ્ર સમકિતિ જીવો સંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે તેનો કાળ ઉપશમ સમકિતિ કરતાં વધારે હોય છે.
તેના કરતાં ક્ષયોપશમ સમકિતિ જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે કારણ કે આ સમકિતિનો વધારેમાં વધારે કાળ છાસઠ સાગરોપમ હોય છે. અને આ સમકિતિ જીવો જગતમાં સદા માટે રહેતાં હોવાથી અસંખ્યાતગુણા અધિક થઈ શકે છે. તેના કરતાં ક્ષાયિક સમકિતિ જીવો અનંતગુણા અધિક હોય છે. કારણ કે સિદ્ધના જીવોને ક્ષાયિકસમકિત રહેલું હોવાથી અનંતગુણા અધિક થઈ શકે છે. તેના કરતાં મિથ્યાદ્રષ્ટિ જીવો અનંતગુણા અધિક હોય છે કારણ કે સિદ્ધના જીવ કરતાં નિગોદના જીવો અનંતગુણા અધિક હોય છે.
સંજ્ઞી માર્ગણાને વિષે અવસ્થાનકાદિનું વર્ણન.
1. સંજ્ઞી માર્ગણા - જીવભેદ - ૨. (૧) સંજ્ઞીઅપર્યાપ્તા (૨) સંજ્ઞીપર્યાપ્તા.
ગુણસ્થાનક – ૧ થી ૧૪. યોગ – ૧૫. ઉપયોગ - ૧૨. ગ્લેશ્યા - ૬. ૨. અસંજ્ઞી માર્ગણા - જીવભેદ – ૧ થી ૧૨.
૧. સૂક્ષ્મ અપર્યાપ્તાએકેન્દ્રિય ૨. સૂક્ષ્મપર્યાપ્તાએકેન્દ્રિય ૩. બાદર અપર્યાપ્તાએ કેન્દ્રિય ૪. બાદરપર્યાપ્તાએકેન્દ્રિય ૫. બેઈન્દ્રિયઅપર્યાપ્તા ૬. બેઈન્ટિયર્યાપ્તા ૭. તે ઈન્દ્રિય અપર્યાપ્તા ૮. તેઈન્દ્રિય પર્યાપ્ત ૯. ચહેરીન્દ્રિય અપર્યાપા ૧૦. ચઉરીન્દ્રિયપર્યાપ્તા ૧૧. અસંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્ત ૧૨. અસંક્ષીપંચેન્દ્રિય પર્યાપ્તા.
ગુણસ્થાનક - ૧, ૨. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન.
યોગ - ૬. અસત્યામૃષાવચનયોગ, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ અને કાર્પણ કાયયોગ.
ઉપયોગ - ૪. ૨ અજ્ઞાન, ૨. દર્શન.