________________
૬૭
વિવેચન પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા મનુષ્યોને પ્રાપ્ત થઈ શકે છે. માટે કહેલી છે.
૨. કાપોતલેશ્યા ચોથા, પાંચમ, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા મનુષ્યોને પ્રાપ્ત થઈ શકે છે તથા કાપોતલેશ્યા લઈને એક થી ત્રણ નરકને વિષે ઉત્પન્ન થઈ શકે છે. તેમાં બીજી નારકીમાં જઘન્ય આયુષ્ય + પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા અધિક આયુષ્ય સુધી જ ક્ષાયિકસમકિતી જીવો ઉત્પન્ન થઈ શકે છે.
૩. તેજો, પદ્મ અને શુકુલશ્યામાં રહેલા મનુષ્યો સાયિકસમકિતની પ્રાપ્તિ કરી શકે છે અને ક્ષાયિકસમકિત લઈ શકે છે. તથા વૈમાનિક દેવલોકમાં ક્ષાયિકસમકિત સાથે આ ત્રણ લેશ્યા લઈને ઉત્પન્ન થઈ શકે છે તેમ જ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને વિષે ઉત્પન્ન થઈ શકે છે. અને તેજોલેશ્યા લઈને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચને વિષે ઉત્પન્ન થઈ શકે છે.
૪. મિશ્રસમકિત = જીવભેદ – ૧. સંજ્ઞીપર્યાપ્યો. ગુણસ્થાનક - ૧. મિશ્રસમકિત યોગ-૧૦. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ. ઉપયોગ-૯ ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા - ૬
(૧) પહેલા ગુણસ્થાનકે રહેલા જીવો મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિની કે સત્તાવીસ પ્રકૃતિની સત્તાવાળો જીવ મિશ્ર મોહનીયનો ઉદય થતાં ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે છએ લેગ્યામાંથી કોઈપણ વેશ્યા હોઈ શકે છે.
(૨) કોઈ ક્ષયોપશમ સમકિતી જીવ અઠ્ઠાવીસ કે ચોવીસની સત્તાવાળો મિશ્રમોહનીયનો ઉદય થતાં ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મોટે ભાગે શુભલેગ્યામાં પ્રાપ્ત કરે છે. કવચિત કોઈ જીવ અશુભલેશ્યામાં પણ પ્રાપ્ત કરી શકે છે.
૫. સાસ્વાદનસમકિત જીવભેદ - ૭. છ અપર્યાપ્તા અને એક સંપર્યાયો.
૧. બાદરઅપર્યાપ્તાએકેન્દ્રિય ૨. બેઈન્દ્રિયઅપર્યાપ્તા ૩. તે ઈન્દ્રિય