________________
૬૪
કર્મગ્રંથ-૪ એટલે અસંખ્યાતા હોય છે કારણ કે દેવલોકના દેવોની સંખ્યા કરતાં શુકલેશ્યાવાળા પંચેન્દ્રિયતિર્યંચો અસંખ્યાતગુણા અધિક હોય છે.
તેના કરતાં પદ્મવેશ્યાવાળા જીવો અસંખ્યાતગુણા અધિક અથવા સંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે પદ્મલેશ્યાવાલા દેવોની સંખ્યા કરતાં પંચેન્દ્રિય તિર્યંચોની સંખ્યા સંખ્યાત ગુણી અધિક થતી હોવાથી સંખ્યાતગુણી અધિક કહેવાય છે. તે આચાર્યનો મત બરાબર જણાય છે. તેના કરતાં તેજલેશ્યા વાળા જીવો સંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે પંચેન્દ્રિય તિર્યંચો શુકુલલેશ્યા અને પદ્મશ્યાવાળા એટલી બધી સંખ્યામાં હોય છે કે તેના કરાણે તેજલેશ્યાવાળા જીવો સંખ્યાતગુણા અધિક થાય છે પરંતુ અસંખ્યાતગુણા અધિક થતાં નથી.
તેના કરતાં કાપોતલેશ્યાવાળા જીવો અનંતગુણા અધિક હોય છે. કારણ કે નિગોદના જીવો અનંતગુણા અધિક હોય છે.
તેને કરતાં નીલલેશ્યાવાળા જીવો વિશેષાધિક હોય છે કારણ કે નારકીના જીવો અધિક દાખલ કરવાથી વિશેષાધિક થાય.
તેના કરતાં કૃષ્ણલેશ્યાવાળા જીવો વિશેષાધિક હોય છે કારણ કે નારકીના જીવો અધિક દાખલ થવાથી વિશેષાધિક થાય.
ભવ્ય માર્ગણાને વિષે અવસ્થાનાદિનું વર્ણન ૧. ભવ્ય = જીવભદ-૧૪. ગુણસ્થાનક - ૧૪. યોગ - ૧૫. ઉપયોગ - ૧૨. ગ્લેશ્યા - ૬ ૨. અભવ્ય = જીવભેદ - ૧૪. ગુણસ્થાનક - ૧. મિથ્યાત્વ
યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈયિમિશ્રકાયયોગ, કાર્મશકાયયોગ.
ઉપયોગ - ૫, ૩ અજ્ઞાન, ૨ દર્શન. લેશ્યા - ૬.
અલ્પબદુત્વ = અભવ્યજીવો સૌથી થોડા એટલે અનંતા હોય છે. આ જીવોની સંખ્યા ચોથા અનંતાની સંખ્યા જેટલી હોય છે.