________________
૬૫
વિવેચન
તેના કરતાં ભવ્યજીવો અનંતગુણા અધિક હોય છે કારણ કે આ જીવોની સંખ્યા આઠમા અનંતા જેટલી હોય છે.
સમક્તિ માર્ગણાને વિષે જીવસ્થાનાદિનું વર્ણન.
૧. ઉપશમસમકિત = જીવમેદ = ૧/૨ સંજ્ઞીપર્યાપ્તો અથવા અસંશપર્યાપ્તા સાથે બે, દસમે ગુણસ્થાનકે અથવા ઉપશમ શ્રેણીથી પડતા અગ્યાર, દસ, નવ અને આઠમા ગુણસ્થાનકે કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે કેટલાક આચાર્યોના મતે અપર્યાપ્ત અવસ્થામાં એક સમય સુધી ઉપશમસમકિત માનેલું હોવાથી સંશઅપર્યાપ્તો જીવ ઘટી શકે છે.
૨. કેટલાક આચાર્યોના મતે ઉપશમ શ્રેણિમાં ચઢતાં કે પડતાં આઠથી અગ્યાર ગુણસ્થાનકમાં કાળ કરીને દેવલોકમાં ઉત્પનન્ન થાય ત્યારે દેવ આયુષ્યનો ઉદય થતાંની સાથે ક્ષયોપશમ સમકિત થઈ જાય છે. આથી સંશઅપર્યાપ્યો જીવ ઉપશમસમકિતમાં ઘટતો નથી.
ગુણસ્થાનક = ૪ થી ૧૧.
૧. ચારથી સાત ગુણસ્થાનકને વિષે અનાદિમિથ્યાત્વી સૌ પ્રથમ ઉપશમસમકિતની પ્રાપ્તિ કરે તેવા જીવો હોય છે. તથા ઉપશમ શ્રેણી માંડનાર જીવને ઉપશમસમકિત હોય. તથા ઉપશમ શ્રેણીથી પડીને આવેલા જીવોને પણ ઉપશમસમકિત હોય છે.
૨. આઠ થી અગ્યાર ગુણસ્થાનકને વિષે ઉપશમ શ્રેણી ચઢનાર તથા પડીને આવનાર જીવોને ઉપશમસમકિત હોય છે.
યોગ = ૧૧. ૪ મનના, ૪ વચનના, દારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ.
(૧) આહારાકકાયયોગ અને આહારમિશ્રકાયયોગ હોતાં નથી કારણ કે આ સમકિતનો કાળ અલ્પ હોય છે તથા આહારકશરીર ચૌદ પૂર્વધર મહાત્માઓ કરે છે. તે જીવોને ઉપશમ શ્રેણી ન હોવાથી ઉપશમસમક્તિ ઘટતું, નથી.
(૨) કોઈ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ વૈક્રિયશરીર બનાવતો હોય ત્યારે મિશ્રકાયયોગમાં વિદ્યમાન હોય અને ત્યાં ઉપશમસમકિતની પ્રાપ્તિ કરે ત્યારે