________________
૪૫
વિવેચન
ગુણસ્થાનક – ૧. મિથ્યાત્વ.
યોગ - ૫. (૧) કાર્પણ કાયયોગ (૨) ઔદારિકમિશ્નકાયયોગ (૩) ઔદારિકકાયયોગ (૪) વૈક્રિયમિશ્રકાયયોગ (૫) વૈક્રિયકાયયોગ.
૧. કેટલાક બાદર પર્યાપ્તા વાઉકાય જીવો સ્વાભાવિક રીતે વૈક્રિયશરીર કરતાં હોય ત્યારે વૈક્રિયમિશ્રકાયયોગ. ત્યારબાદ વૈક્રિયકાયયોગ હોય છે. બાકીનાં જીવોને વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ હોય છે. જ્યાં સુધી જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તે પૂર્ણ ન કરે ત્યાં સુધી અથવા શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. પર્યાપ્તાને દારિકકાયયોગ.
ઉપયોગ = ૩ (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅન્નઆન (૩) અચલુદર્શન. લેશ્યા = ૩ (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત. ૧. આ જીવો કિલષ્ટ પરિણામી હોવાથી શુભલેશ્યા હોતી નથી.
૫. વનસ્પતિકાય. જીવભેદ = ૪. ૧. સૂક્ષ્મઅપર્યાપ્તાએકેન્દ્રિય ૨. સૂક્ષ્મપર્યાપ્તાએ કેન્દ્રિય ૩. બાદરઅપર્યાપ્તાએકેન્દ્રિય ૪. બાદરપર્યાપાએકેન્દ્રિય.
ગુણસ્થાનક = ૨. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન. સિદ્ધાંતના મતે આ જીવોને એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. કાર્મગ્રંથિક મતે પહેલું, બીજું ગુણસ્થાનક હોય છે.
યોગ = ૩ (૧) કાર્પણ કાયયોગ (૨) ઔદારિકમિશ્ર (૩) ઔદારિકકાયયોગ
વિગ્રહ ગતિમાં કાર્પણ કાયયોગ હોય ત્યારબાદ જ્યાં સુધી સંપૂર્ણ પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી અથવા શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશકાયયોગ હોય. પર્યાપ્તા જીવને ઔદારિકકાયયોગ.
ઉપયોગ – ૩. (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) અચક્ષુદર્શન. લેશ્યા = ૪. (૧) કૃષ્ણ (૨) નિલ (૩) કાપોત (૪) તેજો.
મોટેભાગે જ્યોતિષિદેવો અને વૈમાનિકના પહેલા, બીજા દેવલોકનાં દેવો. પહેલું કે બીજું ગુણસ્થાનક લઈને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તથા કોઈ ભવનપતિ કે વ્યંતરનાદેવો તેજોલેશ્યા લઈને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી તેજોલેશ્યા હોય છે.