________________
४६
કર્મગ્રંથ-૪ ૬. ત્રસકાય = જીવદ. ૧૦. (૧) બેઈન્દ્રિય અપર્યાપ્તા (૨) બેઈન્દ્રિય પર્યાપ્તા (૩) તે ઈન્દ્રિય અપર્યાપ્તા (૪) તે ઈન્દ્રિય પર્યાપ્તા (૫) ચઉરીન્દ્રિય અપર્યાપ્તા (૬) ચઉરીન્દ્રિય પર્યાપ્તા (૭) અસંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા (૮) અસંશપંચેન્દ્રિય પર્યાપ્તા (૯) સંપંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૦) સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા.
ગુણસ્થાનક – ૧૪. યોગ - ૧૫ ઉપયોગ - ૧૨ લેડ્યા - ૬.
અલ્પબદુત્વ = સૌથી થોડા ત્રસકાયના જીવો હોય છે. થોડા પણ અસંખ્યાત ગણાય છે. કારણ કે વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય સઘળાયે જીવો ભેગા કરીએ તો અસંખ્યાત થાય છે. તેનાથી અગ્નિકાયના જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. કારણકે બાદર અગ્નિકાય કરતાં સૂક્ષ્મ અગ્નિકાય જીવો ચૌદ રાજલોકને વિષે દરેક આકાશ પ્રદેશ પર અસંખ્યાતા અસંખ્યાતા રહેલા હોય છે. તેથી અસંખ્યાતગુણા અધિક થાય છે. તેના કરતાં પૃથ્વીકાયના જીવો વિશેષાધિક હોય છે. કારણકે બાદર અગ્નિકાયનાં જે સ્થાનો હોય છે. તેનાથી આ જીવો વિશેષાધિક હોય છે.
તેના કરતાં અપૂકાયના જીવો વિશેષાધિક હોય છે. પૃથ્વીકાય જીવો કરતાં અપકાયના સ્થાનો વધારે હોય છે.
તેના કરતાં વાઉકાયના જીવો વિશેષાધિક હોય છે. કારણકે બાદર અપકાય જીવો કરતાં બાદર પર્યાપ્તા વાઉકાયના સ્થાનો ચૌદ રાજલોકનાં દરેક આકાશ પ્રદેશ ઉપર તથા પોલાણ ભાગમાં વિશેષ હોય છે. તેના કરતાં વનસ્પતિકાય જીવો અનંતગુણા અધિક હોય છે. કારણકે નિગોદનાં જીવો વનસ્પતિકાયની ગણતરીમાં ગણાય છે.
યોગ માર્ગણાને વિષે જીવસ્થાનઆદિનું વર્ણન.
૧. મનયોગ = જીવભેદ = ૧/૨. (૧) સંજ્ઞીપયતો અથવા સંશીઅપર્યાપ્તા સાથે બે.
(૧) સામાન્ય રીતે મનયોગ પર્યાપ્ત જીવોને હોય છે. પણ કેટલાક આચાર્યોના મતે મન પતિ શરૂ થતાં મનયોગ માનેલો હોવાથી સંજ્ઞઅપર્યાપ્તા જીવોને પણ મનયોગ ગણાય છે.