________________
વિવેચન
૧૬૫
તેનાથી કાયયોગવાળા અનંતગુણા હોય. પુરુષવેદી થોડા તેનાથી સ્ત્રીવેદી સંખ્યાતગુણા તેનાથી નપુંસકવેદી અનંતગુણા હોય || ૪૨ ||
માણી કોહી માઈ લોભી અહિય મણ નાણિણો થોવા ।
ઓહી અસંખા મઈસુય અહિય સમ અસંખ વિભંગા || ૪૩ ||
ભાવર્થ : માની થોડા, તેનાથી ક્રોધી વિશેષાધિક તેનાથી માયાવી વિશેષાધિક, તેનાથી લોભી વિશેષાધિક હોય, મન:પર્યવજ્ઞાની થોડા, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, તેનાથી મતિ - શ્રુત જ્ઞાની સરખા પણ વિશેષાધિક, તેનાથી વિભંગ જ્ઞાની અસંખ્યાતગુણા હોય છે. II ૪૩ II કેવલિણો અંત ગુણા મઇસુહ અન્નાણિ દંતગુણ તુલ્લા । સુષુમા થોવા પરિહાર સંખ અખાય સંખગુણા || ૪૪ ||
-
ભાવાર્થ – તેનાથી કેવલજ્ઞાની અનંતગુણા તેનાથી મતિ - શ્રુતઅજ્ઞાની સરખા પણ અનંતગુણા હોય. સૂક્ષ્મસં૫રાયવાળા થોડા, તેનાથી પરિહારવિશુદ્ધિવાળા સંખ્યાતગુણા. તેનાથી યથાખ્યાતચારિત્રી સંખ્યાતગુણા
જાણવા || ૪૪ ||
છેય સમઈય સંખા દેસ અસંખ્યગુણાંત ગુણ અયા
થોવ અસંખ દુર્ણતા ઓહિ નયણ કેવલ અચકખુ ॥ ૪૫ || ભાવાર્થ : છેદોપસ્થાપનીય, સામાયિક ચારિત્રવાળા બંને ક્રમસર સંખ્યાતગુણા તેનાથી દેશવિરતિ અસંખ્યાતગુણા તેનાથી અવિરતિ અનંતગુણા
જાણવા || ૪૫ ||
પછાણુ પુલ્વિ લેસા થોવા દો સંખાંત દો અહિયા । અભવિયર થોવાંતા સાસણ થોવોવસમ સંખા || ૪૬ ||
ભાવાર્થ - શુક્લલેશ્યાવાળા થોડા તેનાથી પદ્મ લેશ્યાવાળા સંખ્યાતગુણા, તેનાથી તેોલેશ્યાવાળા સંખ્યાતગુણા, તેનાથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા, તેનાથી નીલ લેશ્યાવાળા વિશેષાધિક, તેનાથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક હોય. અભવ્ય જીવો થોડા, તેનાથી ભવ્ય અનંતગુણા જાણવા. સાસ્વાદની થોડા તેનાતી ઉપશમસમકિતી જીવો સંખ્યાતગુણા જાણવા. ॥ ૪૬ |