________________
ર્મગ્રંથ ୪
ભાવાર્થ - એકલા મનયોગને વિષે બે જીવભેદ, તેર ગુણસ્થાનક, તેરયોગ અને બારઉપયોગ હોય. વચનયોગને વિષે આઠ જીવભેદ, બે ગુણસ્થાનક ચારયોગ અને ચારઉપયોગ હોય. કાયયોગને વિષે ચાર જીવભેદ બે ગુણસ્થાનક પાંચ યોગ અને ત્રણ ઉપયોગ હોય એમ અન્ય આચાર્યોના મતે કહેલ છે. II ૩૮ ||
૧૬૪
છસુ લેસાસુ સઠાણું એગિદિ અસન્નિ ભૂદગ વર્ણસુ ।
પઢમા ચઉરો તિન્નિ નારય વિગલગ્નિ પવણેસુ || ૩૯ || ભાવાર્થ - છએ લેશ્યાઓને વિષે પોત પોતાની લેશ્યા હોય. એકેન્દ્રિય અસંશી પૃથ્વી - અર્ - વનસ્પતિકાયને વિષે પહેલી ચાર લેશ્યા, હોય
૩૯ ||
અકખાય સુહુમ કેવલ દુગિ સુક્કા છાવિ સેસ ઠાણેસુ । નર નિરય દેવ તિરિઆ થોવા દુ અસંખ દંત ગુણા || ૪૦ || ભાવાર્થ - યથાખ્યાત, સૂક્ષ્મસંપરાય, કેવલજ્ઞાન, કેવલદર્શન આ ચારને વિષે એક શુક્લલેશ્યા બાકીની એકતાલીશ માર્ગણાને વિષે છ લેશ્યા હોય. ચારગતિની અપેક્ષાએ મનુષ્ય થોડા તેનાથી નરક ગતિવાળા અસંખ્યગુણા તેનાથી દેવગતિવાળા અસંખ્યગુણા તેનાથી તિર્યંચગતિવાળા અનંતગુણા જીવો હોય છે. || ૪૦ ||
-
પણ ચઉ તિ દુ એગિંદી થોવા તિન્નિ અહિયા અણંત ગુણા । તસ થોવ અસંખગ્ગી ભૂજલનિલ અહિય વણાંતા |॥ ૪૧ || ભાવાર્થ : પંચેન્દ્રિય જીવો થોડા, તેનાથી ચઉરીન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અનુક્રમે વિશેષાધિક તેનાથી એકેન્દ્રિય જીવો અનંતા હોય. ત્રસકાય થોડા તેનાથી અગ્નિકાય અસંખ્યાતગુણા, તેનાથી પૃથ્વીકાય-અપ્કાય-વાયુકાય અનુક્રમે વિશેષાધિક અને તેનાથી વનસ્પતિકાય જીવો અનંતગુણા હોય છે.
|| ૪૧ ||
મણ વયણ કાય જોગી થોવા અસંખ ગુણ અનંતગુણા । પુરિસા થોવા ઈત્થી સંખ ગુણાણંત ગુણ કીવા ॥ ૪૨ ॥ ભાવાર્થ : મનયોગવાળા થોડા, તેનાથી વચન યોગવાળા અસંખ્યગુણા