________________
વિવેચન
૧૬૩ ભાવાર્થ – ત્રણ અજ્ઞાન, પાંચજ્ઞાન, ચારદર્શન એ બાર જીવના લક્ષણ રૂપ ઉપયોગ કહેવાય છે. મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયનાં નવ ઉપયોગ દેવતા, નારકી, તિર્યંચ તથા અવિરતિમાં હોય છે. ૩૩ //
તસ જોઅ વેઅ સુકાહાર નર પણિદિ સરિભાવિ સર્વે | નયણે અર પણ લેસા કસાય દશ કેવલ દુગૂણા // ૩૪ /
ભાવાર્થ : ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, શુકલલેશ્યા, આહારી, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સંજ્ઞી તથા ભવ્ય આ તેર માર્ગણામાં બાર ઉપયોગ હોય. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન પાંચ લેશ્યા ચારકષાય આ અગ્યાર માર્ગણામાં કેવલજ્ઞાન, કેવલદર્શન વિના દશ ઉપયોગ હોય છે. || ૩૪ ||
ઉરીદિ અસત્રિ દુ અજ્ઞાણ દુદસ ઈગબિતિ થાવરિ અચકખુ / તિ અનાણ દસણ દુર્ગ અનાણ તિગિ અભવિ મિચ્છ દુગે છે ૩૫ //
ભાવાર્થ : ચઉરીન્દ્રિય અને અસંક્ષી માર્ગણામાં બે અજ્ઞાન - બે દર્શન હોય. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય પાંચ સ્થાવરમાં ત્રણ ઉપયોગ તથા ત્રણ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન આ છ માર્ગણામાં ત્રણ અજ્ઞાન અને બે દર્શન ઉપયોગ હોય છે. || ૩૫
કેવલ દુગે નિય દુર્ગ નવ તિઅનાણ વિણ ખઈય અહકખાએ . દેસણ નાણ તિગ દેસિ મીસિ અજ્ઞાણ મીસંત / ૩૬ /
ભાવાર્થ : કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણામાં બે ઉપયોગ ક્ષાયિક. યથાખ્યાતમાં ત્રણ અજ્ઞાન વિના નવ. ત્રણ જ્ઞાન - ત્રણ દર્શન-દેશ વિરતિમાં અને ત્રણ અજ્ઞાન સહિત મિશ્રસમકિત માર્ગણામાં હોય. // ૩૬ .
મણ નાણ ચકખુ વજજા અણહારે તિત્રિ દસ ચઉનાણા | ચહનાણ સંજમોવસમ વેઅગે ઓહિ દસે અ / ૩૭ .
ભાવાર્થ : મનઃ પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વર્જીને અણાહારીમાં ઉપયોગ હોય. ત્રણદર્શન, ચારજ્ઞાન એ સાત. ચારજ્ઞાન-ચાર સંયમ તથા ઉપશમસમક્તિમાં હોય અને ક્ષયોપશમ અવધિદર્શનમાં પણ હોય છે. તે ૩૭ /
દો તેર તેર બારસ મણે કમા અઢ દુ ચલ ચલે વયણે I ચઉ દુ પણ તિત્રિ કાએ જિઅ ગુણ જોગો વઓ ગન્ને ૩૮ છે.