________________
કર્મગ્રંથ-૪ અયોગિકેવલી.
૪. ઉપયોગના નામો – મુખ્ય બે ભેદ છે – ૧. સાકાર ઉપયોગ ૨. નિરાકાર ઉપયોગ.
૧. સાકાર ઉપયોગના આઠ ભેદ છે. ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન ૫. કેવલજ્ઞાન ૬. મતિઅજ્ઞાન ૭. શ્રુતઅજ્ઞાન ૮. વિભંગશાન. સાકાર ઉપયોગ એટલે જ્યારે જ્યારે જીવ જગતમાં રહેલા પદાર્થોનું જ્ઞાન કરતો હોય ત્યારે આકાર પૂર્વક એટલે કે વિશેષ રીતે પદાર્થોનો બોધ કરવો તે સાકાર ઉપયોગ કહેવાય છે.
નિરાકાર ઉપયોગ એટલે જ્યારે જ્યારે જગતમાં રહેલા પદાર્થોનું જ્ઞાન આકાર વગર પેદા થાય એટલે કે સામાન્યથી બોધ થાય તે નિરાકાર ઉપયોગ કહેવાય છે. તેના ચાર ભેદ છે. ૧. ચક્ષુદર્શન ૨. અચક્ષુદર્શન ૩. અવધિદર્શન ૪. કેવલદર્શન
૫. યોગનાં ભેદ ૧૫ છે. તેના નામો ચાર મનનાં, ચાર વચનનાં, સાત કાયાનાં ભેદો = પંદર થાય છે.
ચાર મનનાં ભેદનાં નામ – ૧. સત્યમનયોગ ૨. અસત્યમનયોગ ૩. સત્યાસત્યમનયોગ ૪. અસત્યામૃષામનયોગ.
ચાર વચનનાં ભેદનાં નામ - ૧. સત્યવચનયોગ ૨. અસત્યવચન યોગ ૩. સત્યાસત્યવચનયોગ ૪. અસત્યામૃષાવચનયોગ.
કાયાના સાત ભેદનાં નામ ૧. ઔદારિકકાયયોગ ૨. ઔદારિકમિશ્નકાયયોગ ૩. વૈક્રિયકાયયોગ ૪. વૈક્રિયમિશ્રકાયયોગ ૫. આહારકકાયયોગ ૬. આહારકમિશ્નકાયયોગ ૭. કાર્પણ કાયયોગ.
૬. મૂળ કર્મનાં બંધસ્થાનો - સામાન્ય રીતે કર્મ આઠ પ્રકારનાં છે. સમયે સમયે જીવો આયુષ્ય કર્મ સિવાય સાત કર્મનો બંધ કર્યા કરે છે. તેમાં જ્યારે આયુષ્યનો બંધ કરતા હોય છે. ત્યારે એક અંતર્મુહૂર્ત કાળ સુધી આઠ કર્મનો બંધ કરે છે. પછી પાછો આઠ કર્મનો બંધ પૂર્ણ થયા બાદ સાત કર્મનો બંધ કર્યા કરે છે. આ કારણથી જ્યારે જીવો આયુષ્ય કર્મ સાથે બંધ કરે ત્યારે પહેલું આઠ કર્મનું બંધસ્થાન કહેવાય છે અને જ્યારે આયુષ્ય