________________
વિવેચન કર્મ બાંધતો ન હોય ત્યારે અથવા આયુષ્ય કર્મ બાંધ્યા પહેલા જીવ જેટલા કર્મનો બંધ કરે છે તે બીજું સાત કર્મનું બંધસ્થાન કહેવાય છે. જ્યારે જીવ સાત કર્મનો બંધ કરતાં કરતાં મોહનીય કર્મ બંધમાંથી વિચ્છેદ કરશે ત્યારે આયુષ્ય અને મોહનીય સિવાય ત્રીજુ છ કર્મનું બંધસ્થાન ગણાય છે. અને
જ્યારે જીવ વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરેલ ત્યારે ચોથું એક પ્રકૃતિનું બંધસ્થાન વેદનીય કર્મનો બંધ કરે છે. તે એક પ્રકૃતિનું બંધસ્થાન કહેવાય છે.
૭. મૂળ કર્મના ઉદયસ્થાનો - ઉદય સ્થાનો ત્રણ હોય છે. જ્યારે જીવોને જ્યાં સુધી આઠે કર્મનો ઉદય ચાલતો હોય છે એટલે કે સંપૂર્ણ કર્મનો ઉદય ચાલતો હોય છે ત્યારે તે પહેલું આઠ કર્મનું ઉદયસ્થાન ગણાય છે. જ્યારે જીવ ઉદયમાંથી મોહનીય કર્મનો નાશ કરશે ત્યારે, તે કર્મ સિવાય બીજું સાત કર્મનું ઉદયસ્થાન ગણાય છે. અને જ્યારે જીવો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મનો સાત કર્મમાંથી ઉદય વિચ્છેદ કરશે ત્યારે, ત્રીજું ચાર કર્મનું ઉદયસ્થાન ગણાય છે. ત્યારે જીવને ચાર અઘાતિ કર્મનો (વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) ઉદય હોય છે.
૮. મૂળ કર્મનાં ઉદીરણા સ્થાનો - ઉદીરણા સ્થાનો પાંચ હોય છે. તે આ પ્રમાણે - જ્યારે જીવોને જ્યાં સુધી આઠ કર્મનો ઉદય હોય છે ત્યાં સુધી તે ઉદયની સાથે ને સાથે આઠે કર્મની ઉદીરણા ચાલતી હોય છે. તેમાં વિશેષતા એ છે કે આયુષ્ય કર્મ પૂર્ણ થવા આવે ત્યારે છેલ્લી આવલિકા કાળમાં ઉદીરણા હોતી નથી માત્ર ઉદય જ હોય છે. તે વખતે જીવોને બીજું સાત કર્મનું ઉદ્દીરણા સ્થાન હોય છે. જ્યારે જીવો આયુષ્ય અને વેદનીય કર્મની ઉદીરણા કરતાં હોતા નથી, તેની એક આવલિકા કાળ પહેલાથી આયુષ્ય અને વેદનીય કર્મ સિવાય છ કર્મની ઉદીરણા સ્થાન ત્રીજું ગણાય છે. જ્યારે જીવો છ કર્મની ઉદ્રણામાંથી મોહનીય કર્મની ઉદીરણા વિચ્છેદ કરશે ત્યારે મોહનીય કર્મ ઉદયમાંથી વિચ્છેદ થવાની એક આવલિકા કાળ પહેલા મોહનીય કર્મની ઉદીરણા વિચ્છેદ થાય છે. તેથી ચોથું પાંચ કર્મનું ઉદીરણા સ્થાન ગણાય છે. અને જ્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો ઉદયમાંથી વિચ્છેદ થતાં હોય તેની એક આવલિકા