________________
વિવેચન
પિડપ્રકૃતિ - ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસકામણ શરીર, ઔદારિક અંગોપાંગ પહેલું સંઘયણ. પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ.
પ્રજ્યેક ૬ = પરાઘાત. ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત.
સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ.
નિયમ ૧ = ઉપશમ સમકિતી જીવો જિનનામ અને મનુષ્યાયુષ્ય સિવાય ૭૦ પ્રકૃતિઓનો બંધ કરે છે.
નિયમ-ર = ક્ષયોપશય સમકિતી જીવો જે જિનનામ નિકાચિત કરીને આવેલા હોય તે જીવો ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય બાંધતી વખતે ૭૨ બાંધે છે.
નિયમ-૩ = ક્ષાયિક સમકિતી જીવો જિનનામ નિકાચિત કરીને આવેલા હોય તો ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય બાંધતી વખતે ૭૨ પ્રકૃતિઓનો બંધ કરે છે.
નિયમ-૪ = ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિતી, જિનનામ નિકાચિત વગરના જીવો સતત ૭૦ પ્રકૃતિઓ બાંધે છે. આયુ બાંધતી વખતે ૭૧ પ્રકૃતિઓ બાંધે છે.
નિયમ-૫ = આ જીવો જિનનામ કર્મ નવું બાંધવાની શરૂઆત કરતા નથી.
૪ થી ૬ નરકને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન :
આ જીવો ભવપ્રત્યયથી દેવ, નારક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય થતાં નથી તેમજ તીર્થકર પણ બનતાં નથી તેથી ૨૦ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી.
આયુ ૨ = નરકાયુ, દેવાયુ. નામ ૧૮ = પિંડપ્રકૃતિ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪
પિંડપ્રકૃતિ ૧૨ = નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી.
પ્રત્યેક ૨ = આતપ- જિનનામ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.