________________
- કર્મગ્રંથ-૨ વિવેચન (૧) અવ્યક્ત મિથ્યાત્વ : જે જીવોને મિથ્યાત્વના ઉદયકાળમાં અનાભોગપણાની સંજ્ઞા રહેલી હોય તે જીવોને અવ્યક્ત મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ એકેન્દ્રિયથી શરૂકરીને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને હોય છે.
(૨) વ્યક્ત મિથ્યાત્વ : વ્યવહારરાશીમાં અત્યારબાદ સંજ્ઞીપણું પ્રાપ્ત કરેલ જીવોને જે મિથ્યાત્વનો ઉદય હોય છે. તે વ્યક્તિ મિથ્યાત્વ કહેવાય છે.
કેટલાક આચાર્યોના મતે અવ્યવહારરાશીમાં રહેલા જીવોને અવ્યક્ત મિથ્યાત્વી કહેવાય છે અને વ્યવહારરાશીમાં આવેલા જીવોને વ્યક્ત મિથ્યાત્વી કહેવાય છે. આ વિવેક્ષાથી અવ્યવહારરાશીમાં છ પ્રકારના જીવોમાંથી ૨ પ્રકારના જીવો આવે છે (૧) જાતિભવ્ય (૨) અભવ્ય કે જેઓ અવ્યવહારરાશીમાંથી હજુ બહાર નીકળ્યા નથી અને કદિ બહાર નીકળવાના નથી તે જાણવા. વ્યવહારરાશીમાં વ્યકત મિથ્યાત્વવાળા જીવો પાંચ પ્રકારે હોય છે. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) લઘુકર્માભવ્ય (૫) દુર્લભબોધિભવ્ય ત્રીજા વિકલ્પથી મિથ્યાત્વના બે પ્રકાર (૧) લૌકિક મિથ્યાત્વ (૨) લોકોત્તર મિથ્યાત્વ. (૧) લૌકિક મિથ્યાત્વ : જગતમાં રહેલા પાંચે ઈન્દ્રિયોના અનુકુળ પદાર્થો મેળવવા-ભોગવવા-સાચવવા અને કાયમ જીવું ત્યાં સુધી રહે એ ભાવનાથી ટકાવવા તથા પાંચે ઈન્દ્રિયોના પ્રતિકૂળ પદાર્થોથી દુ:ખ આવવાનું હોય અગર આવેલા દુ:ખના નાશને માટે જૈનશાસનના દેવ-ગુરુ-ધર્મ સિવાય ઈત્તર દેવ- દેવીઓને દેવ રૂપે - સન્યાસીઓને ગુરુપે તથા તેમના ધર્મને ધર્મરૂપે માનવા અને પૂજવા તે લૌકિક મિથ્યાત્વ કહેવાય.
(૨) લોકોત્તર મિથ્યાત્વ : જગતમાં રહેલા પાંચે ઈન્દ્રિયોના વિષયોને મેળવવાભોગવવા - સાચવવા અને જીવનના અંત સુધી કાયમ ટકાવવા માટે તથા પાંચે ઈન્દ્રિયોના પ્રતિકૂળ પદાર્થોથી દુ:ખ આવવાનું હોય અગર આવેલા દુ:ખના નાશને માટે અરિહંતની તથા અરિહંતની આજ્ઞા મુજબ વિચરતા એવા સાધુઓની તથા અરિહંતે કહેલા એવા ધર્મની માનતા રાખી દર્શન - પૂજન વિગેરે કરવું તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વના ચાર ભેદ :
(૧) લૌકિક દેવગત મિથ્યાત્વ (૨) લૌકિક ગુરૂગત મિથ્યાત્વ (૩) લૌકોત્તર દેવગત મિથ્યાત્વ (૪) લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ