________________
કર્મગ્રંથ-૨ વિવેચન નામ-૩૮ = પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩. તેરમાના અંતે ૩૦ નો અંત થાય. વેદનીય.૧ શાતા અથવા અશાતા.
જે જીવોને તેરમાના અંતે શાતાનો ઉદય હોય તેઓને ચૌદમે શાતા ઉદયમાં હોય. જે જીવોને તેરમાના અંતે અશાતાનો ઉદય હોય તેઓને ચૌદમે અશાતાનો ઉદય હોય આથી બન્નેમાંથી કોઈ પણ એકનો અંત થાય.
નામ - ૨૯ પિંડપ્રકૃતિ ૧૭ - પ્રત્યેક.૫ - ત્રસ.૪ - સ્થાવર.૩
પિંડપ્રકૃતિ-૧૭ ઔદારિકશરીર-તૈજસશરીર-કાશ્મણશરીર - ઔદારિક અંગોપાંગ - ૧લું સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - ૨ વિહાયોગતિ -
પ્રત્યેક - ૫ = પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિમણિ - ઉપઘાત. ત્રસ - ૪= પ્રત્યેક - સ્થિર - શુભ - સુસ્વર. સ્થાવર - ૩= અસ્થિર - અશુભ - દુસ્વર. ચૌદમા અયોગિકેવલી ગુણસ્થાનકે ૧૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-આયુષ-નામ-ગોત્ર.
૧ ૧ ૯ ૧ = ૧૨ વેદનીય - ૧ = શાતા વેદનીય અથવા અશાતા વેદનીય આયુ. ૧ = મનુષ્પાયુષ્ય. નામ - ૯ = પિંડપ્રકૃતિ ૨ - પ્રત્યેક.૧ - ત્રસ.૬ = ૯ પિંડ પ્રકૃતિ ૨ =મનુષ્યગતિ - પંચેન્દ્રિય જાતિ પ્રત્યેક .૧ =જિનનામ. ત્રસ.૬ = ત્રસ-બાદર-પર્યાપ્ત-સુભગ-આદેય-યશ. ગોત્ર - ૧ ઉચ્ચ ગોત્ર.
ચૌદમાં ગુણસ્થાનકના અંતે આ બાર પ્રકૃતિનો અંત કરીને જીવ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. અર્થાત નિર્વાણ પામે છે.
ઉદય પ્રકૃતિઓનું વર્ણન સમાપ્ત.